હેકર્સ કેવી રીતે હેક કરે છે તમારો ફોન, સ્માર્ટફોનમાં કેવી રીતે પહોંચી છે જાસૂસી વાળી એપ્લિકેશન..

ઝડપીથી આગળ વધતી આ ડિજિટલ દુનિયામાં કોઈની જાસૂસી કરવી સામાન્ય વાત છે. આનું મોટું કારણ એ છે કે બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું હોવું અને દરેકના હાથમાં સ્માર્ટફોનનું હોવું. સ્માર્ટફોન ભલે તમારા ઘણા કાર્યોને સરળ બનાવે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારો ફોન તમારો સૌથી મોટો જાસૂસ છે.
તમે બસ એટલું સમજી લો કે જો તમારા ફોનમાં કોઈ એપ્લિકેશન છે, તો તેનો ડેવલપર તમારા પર પૂરી નજર રાખી શકે છે. વોટ્સએપ જેવી એપ પણ હવે સલામત નથી, કારણ કે જ્યારે એમેઝોનના સીઈઓ જેફ બેઝોસનું વોટ્સએપ હેક થઈ શકે છે, તો કોઈ સામાન્ય માણસ પણ સરળતાથી હેક થઈ શકે છે. હવે એ જાણવું જરૂરી છે કે આ જાસૂસી વાળા સોફ્ટવેર તમારા ફોન પર કેવી રીતે પહોંચે છે અને તેનાથી બચવાની રીત શું છે?
જાસૂસીનું સૌથી મોટું સોફ્ટવેર
જાસૂસીની દુનિયામાં પિગાસસનું મોટું નામ છે. આની મદદથી એવા ફોન અને ડિવાઇસ પણ હેક થઈ શકે છે, જેને લઈને કંપનીઓ દાવો કરે છે કે તે હેકપ્રૂફ છે. પિગાસસ એક સ્પાયવેર છે જે કોઈપણ ઉપકરણ પર ગુપ્ત રીતે જાસૂસ કરી શકે છે. પિગાસસ જેવા સ્પાયવેર વપરાશકર્તાઓના ફોનમાં તેમની જાણકારી વિના હાજર હોય છે અને ફોનમાં ગુપ્ત માહિતી સરળતાથી હેકર્સને પહોંચાડે છે.
તમારા ફોનમાં સ્પાયવેર છે કે નહીં તે શોધવું ખૂબ મુશ્કેલ કામ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2019 માં પિગાસસ દ્વારા ભારત સહિતના દુનિયાના લગભગ 1,400 પત્રકારો અને સામાજિક કાર્યકરોની જાસૂસી કરવામાં આવી હતી. આ સિવાય એમેઝોનનાં સીઈઓ જેફ બેઝોસનું વોટ્સએપ પણ આ સોફ્ટવેર દ્વારા હેક થયું હતું.
ફોનમાં કેવી રીતે થાય છે સ્પાયવેરની એન્ટ્રી?
સામાન્ય રીતે કોઈપણ ડિવાઇસમાં સ્પાયવેર અથવા મેલવેર અથવા જાસૂસી વાળા સોફ્ટવેર/એપ્લિકેશન ને એક લિંક દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ઘણી વખત આ એપ્લિકેશન થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા આવે છે અને ઘણી વખત તે શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કર્યા પછી આવે છે. તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ કરો છો, ત્યારે તે વપરાશકર્તાઓને લાઇસન્સ આપવા માટે એગ્રી બટન પર ક્લિક કરવાનું કહે છે.
ફક્ત માત્ર એગ્રી પર ક્લિક ન કરવાને કારણે આ એપ્લિકેશનો ઇન્સ્ટોલ થતી નથી. એગ્રી પર ક્લિક કરતાંની સાથે, આ એપ્લિકેશન ને તમે કેમેરા, માઇક્રોફોન, મેસેજ જેવી ઘણી એપ્લિકેશન નો એક્સેસ આપી દો છો. ત્યારબાદ જ, સ્પાયવેર આ થર્ડ પાર્ટી એપ્લિકેશનો દ્વારા તમારા ફોનમાં પહોંચે છે. આ ઉપરાંત, સ્પાયવેર સોફ્ટવેર ગેમિંગ અને સંદિગ્ધ સાઇટ્સ દ્વારા તમારા ફોન સુધી પહોંચે છે.
સ્પાયવેરને કેવી રીતે ઓળખવું?
જો તમારો ફોન વારંવાર ક્રેશ થઈ રહ્યો છે અથવા કોઈ એપ્લિકેશન વારે વારે હેંગ થઈ રહી છે અથવા ક્રેશ થઈ રહી છે તો સાવચેત રહો. આ સિવાય, જો તમને તમારા ફોનમાં કોઈ એવું ફોલ્ડર દેખાય છે જેના વિશે તમને ખબર નથી, તો પણ તમારે સાવચેત રહેવાની જરૂર છે.
જો તમને લાગે છે કે તમારા ફોનમાં કોઈ શંકાસ્પદ એપ્લિકેશન છે જે તમે ઇન્સ્ટોલ કરેલી નથી, તો સૌથી પહેલા ફોનનું ઇન્ટરનેટ કનેક્શન બંધ કરો અને તે એપ્લિકેશનનો ડેટા ક્લિઅર કર્યા પછી, તે એપ્લિકેશનને ડિલીટ કરો. સૌથી શ્રેષ્ઠ એ રહેશે કે દર છ મહિને ફોનને સંપૂર્ણ ફોર્મેટ કરવો. સોશિયલ મીડિયા અથવા મેસેજમાં મળેલી કોઈપણ લોટરી વગેરેની લિંક પર પણ ક્લિક ન કરો.