ચા પીનાર લોકોને આ વાત જરૂર જાણવી જોઇએ, કહેશો વાહ…

ચા પીનાર લોકોને આ વાત જરૂર જાણવી જોઇએ, કહેશો વાહ…

વાત ત્યારની છે જ્યારે ચીનના રાજા સમ્રાટ શેનનુંગ ઘણીવાર બીમાર રહેતો હતા. ઘણા વૈદ્યોએ તેને જોયા, પરંતુ કોઈ પણ તેની બીમારીને દૂર કરી શક્યું નહીં. એક દિવસ વૃદ્ધ વૈદ્યે સમ્રાટની નાડી જોઇ અને કહ્યું, ‘તમારો રોગ અસાધ્ય નથી. તમારે ફક્ત થોડી કાળજી લેવાની જરૂર છે.

તમે પાણી ઉકાળીને પીવો. ગરમ પાણી પીવાથી ચોક્કસ તમને  ફરક પડશે.’  તે પછી, સમ્રાટ શેનનુંગે લાંબા સમય સુધી ગરમ પાણી પીવાનું ચાલુ રાખ્યું. તેને ગરમ પાણી સ્વાદહીન લાગતું હતું, પરંતુ રોગ મટાડવા માટે પીવું પણ જરૂરી હતું.

એક દિવસ, સમ્રાટ શેનનુંગ માટે મહેલના રસોડામાં પાણી ઉકાળવામાં આવતું હતું. યોગાનુયોગ, રસોડાંની બારીનો દરવાજો ખુલ્લો હતો. તે જ સમયે પવન ફૂંકાયો અને નજીકમાં આવેલા ઝાડના થોડા પાન પવનના ઝાપટાથી રસોડામાં આવ્યા.

કેટલાક પાંદડા તે વાસણમાં પડ્યાં જેમાં સમ્રાટ માટે પાણી ઉકાળવામાં આવતું હતું. પાણીનો રંગ બદલાઈ ગયો. સમ્રાટને તે પાણીનો બદલાયેલ સ્વાદ ગમ્યો. હવે તો રોજ એ જ પાંદડા તેમના પાણીમાં ઉકાળાવવા લાગ્યા અને બાદશાહે તે પાણી પીવાનું ચાલુ રાખ્યું. બાદશાહની તબિયત સુધરવા માંડી.

ધીરે ધીરે આ અદ્ભુત પાણીની વાત આખા ચીનમાં ફેલાઈ ગઈ. ચાઇનાના રહેવાસીઓ પણ સ્વાદ માટે તે જ પાંદડા ઉકળવા લાગ્યા. ચીની લોકોએ આ પાણીને ‘ચાહ’ ના નામથી બોલાવવાનું શરૂ કર્યું. આ ‘ચાહ’ ધીરે ધીરે અન્ય દેશોમાં પણ પીવાવા લાગી.

લોકોને તેનો સ્વાદ સારો લાગ્યો. આ ‘ચાહ’ ચાના નામે પ્રખ્યાત થઈ. ભારતમાં ચામાં ખાંડ અને દૂધ પણ ઉમેરવામાં આવવા લાગ્યા. આ રીતે ચાની શોધ થઈ. આજે, ચા વિના જીવનની કલ્પના કરી શકાતી નથી. દેશથી લઈને વિદેશમાં પણ ચા ખૂબ જ લોકપ્રિય છે.

Dipen Patel

Leave a Reply

Your email address will not be published.