રાત્રે દાળ ખાવી કે નહીં, શું કહે છે આયુર્વેદ? જાણો કયો છે દાળ ખાવાનો યોગ્ય સમય..

રાત્રે દાળ ખાવી કે નહીં, શું કહે છે આયુર્વેદ? જાણો કયો છે દાળ ખાવાનો યોગ્ય સમય..

આપણે ભારતીયો હંમેશા આપણા ખોરાકમાં અમુક દાળનો સમાવેશ જરૂર કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દાળ ખાવાનો ખોટો સમય આપણને નુકસાન કરી શકે છે.

દરેક ભારતીય પરિવારમાં, દાળ અને રોટલીની ગણતરી પૌષ્ટિક આહારમાં કરવામાં આવે  છે. દાળમાં રહેલ પ્રોટીનનું અધિકતમ પ્રમાણ સારું આરોગ્ય જાળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દાળનું સેવન કરવાથી વ્યક્તિને માત્ર જરૂરી પૌષ્ટિક આહાર મળે છે એટલું જ નહિં, પરંતુ સાથે સાથે પેટ પણ ઝડપથી ભરાય છે.

તેમ છતાં, જો તમે ખોટા સમયે દાળનું સેવન કરો છો, તો તેનાથી તમને ફાયદો થવાને બદલે નુકસાન પહોંચે છે. ચાલો જાણીએ, આયુર્વેદ પ્રમાણે કયો છે દાળ ખાવાનો શ્રેષ્ઠ સમય અને નિયમ.

આયુર્વેદમાં દાળ ખાવાનો સાચો નિયમ કયો છે?

વ્યક્તિ જે પણ ખાય છે તેની સીધી અસર વ્યક્તિના વાત્ત, કફ અને પિત્ત પર પડે છે. ભોજનમાં પીરસાયેલ દરેક વસ્તુની તાસીર અલગ અલગ હોય છે. આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે હંમેશાં હળવો આહાર જ ખાવો જોઈએ. રાત્રે ભારે ખોરાક ખાવાથી વ્યક્તિના પેટ પર ખરાબ અસર પડે છે. દાળનું સેવન આરોગ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.

પરંતુ રાત્રે દાળ ખાવાથી વ્યક્તિને અપચાની સમસ્યા થઈ શકે છે. આયુર્વેદ મુજબ, રાત્રે ક્યારેય પણ  આખી મસૂર દાળ, અડદ, ચણા, રાજમા,તુવેર અને વટાણા જેવી દાળોનું સેવન ન કરવું જોઈએ. આવું કરવાથી, વ્યક્તિની  પાચનક્રિયા પર વિપરીત અસર થાય  છે.

દાળનું સેવન કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય બપોરનો માનવામાં આવે છે. તેમ છતાં, જો તમે તમારા રાત્રિ ભોજનમાં દાળનો સમાવેશ કરવા માંગતા હો, તો તમે મગ જેવી સહેલાઇથી પચી જનાર દાળનું સેવન કરી શકો છો. આ સિવાય જો તમને રાત્રિ ભોજન માટે દાળ ખાવાનું પસંદ હોય તો સૂવાના સમયથી ઓછામાં ઓછા બે-ત્રણ કલાક પહેલાં તમારું ડિનર લેવાનો પ્રયત્ન કરો. આવું એટલા માટે કે દાળ પ્રોટીનનો એક સારો સ્રોત છે અને તેને પચવામાં સમય લાગે છે.

Dipen Patel

Leave a Reply

Your email address will not be published.