ઉતાવળે ભોજન કરવું બની શકે છે મોતનું કારણ, હાર્ટ બર્નથી લઈને ડાયાબિટીઝને આપે છે આમંત્રણ.

ઉતાવળે ભોજન કરવું બની શકે છે મોતનું કારણ, હાર્ટ બર્નથી લઈને ડાયાબિટીઝને આપે છે આમંત્રણ.

ખોરાકને યોગ્ય રીતે ચાવીને ન ખાવાથી, પાચનતંત્રમાં ખલેલ ઊભી થાય છે, જે આગળ જતાં ગંભીર રોગનું રૂપ લે છે. જાણો કેવી રીતે ચાવવો ખોરાક.

મુખ્ય વાત:

  • ઉતાવળે ખાવાથી ઘણીવાર ખોરાક શ્વાસનળીમાં ફસાઈ જાય છે, જે તમારા માટે મોટી સમસ્યા બની શકે છે.
  • ઝડપથી ખાવાથી હાર્ટ બર્ન થવાની સમસ્યા થઈ શકે છે.
  • ઉતાવળે ભોજન કરવું પાચનતંત્રમાં ખલેલ પેદા કરે છે.

ઘણી વાર આપણે ઉતાવળમાં અથવા ઝડપથી ખોરાક ખાઈએ છીએ. સમયની અછત અને  વ્યસ્તતાને કારણે લોકો 5 થી 20 મિનિટમાં સવારનો નાસ્તો અથવા ભોજન કરી લે છે. પરંતુ શું તમે જાણો છો કે ચાવીને ન ખાવાથી અથવા ઉતાવળમાં ખોરાક લેવો સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થાય છે.

જો આપણે ખોરાકને યોગ્ય રીતે ચાવતા ન હોઈએ તો તેનાથી આરોગ્ય પર નકારાત્મક અસર પડે છે. ખોરાકને યોગ્ય રીતે ન ચાવવાથી, પાચનતંત્રમાં ખલેલ ઊભી થાય છે, જે પાછળથી ગંભીર રોગનું રૂપ લઈ લે છે.

ઉતાવળમાં અથવા ખૂબ જ ઝડપથી ખોરાક ખાવાથી હોર્મોન્સમાં બાધા ઉત્પન્ન થાય છે, જેના કારણે આપણું શરીર ભૂખ કેટલી છે તે સમજવામાં નિષ્ફળ જાય છે અને આપણે જરૂર કરતાં વધારે ભોજન કરી લઈએ છીએ.

ડાયાબિટીઝનું જોખમ
ઝડપથી ખોરાક લેવાથી ઇન્સ્યુલિનના પ્રતિરોધમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં, જે લોકોને ડાયાબિટીઝ નથી, જો તેઓ ઝડપથી ખોરાક લે છે, એટલે કે ખાવામાં ઉતાવળ કરે છે, તો તેનામાં ડાયાબિટીઝનું જોખમ વધારે રહે છે. આથી ખોરાકને આરામથી ચાવી અને ખાવો.

પાચનતંત્રમાં વિક્ષેપ
ઝડપથી ખાવાથી કબજિયાત, પેટમાં દુ:ખાવો, પેટમાં બળતરા વગેરે સમસ્યાઓ થઈ શકે છે. તે પાચનતંત્રમાં ખલેલની સાથે પેટ સંબંધિત અન્ય રોગોને પણ આમંત્રણ આપે છે.

જો તમે બહુ જલ્દી જલ્દી એટલે કે ચાવ્યા વગર જ ખાતા હો, તો સાવચેત રહેવું અને ખોરાકને ચાવીને ખાવો. ખોરાકને ધીમે ધીમે ચાવીને ખાવાથી મેટાબોલિઝમ રેટમાં વધારો થાય છે, જે તમારી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

હાર્ટ બર્નની  સમસ્યા
ખૂબ જ ઝડપથી ખાવાથી હાર્ટ બર્ન એટલે કે છાતીમાં બળતરા થઈ શકે છે. તમે તેને એક નાની સમસ્યા સમજીને નજરઅંદાજ કરો છો, પરંતુ તમને જણાવી દઇએ કે, આ સમસ્યા હૃદય રોગ અથવા કિડની રોગનું ભયંકર સ્વરૂપ લઈ શકે છે.

ઝડપથી ખાવાનું ભયાનક હોઈ શકે છે
ઝડપથી અથવા ઉતાવળમાં ખોરાક ખાવાથી ઘણી વખત ખોરાક શ્વાસનળીમાં ફસાઈ જાય છે. તમારી આ નાની બેદરકારી તમને મૃત્યુ તરફ પણ દોરી શકે છે. તેથી, ખોરાક લેતી વખતે વિશેષ કાળજી લેવી, ખોરાકને બરાબર ચાવીને ધીમે ધીમે ખાવો.

Dipen Patel

Leave a Reply

Your email address will not be published.