હું 28 વર્ષનો છું હાલમાં જ મારા લગ્ન થયા છે, હું મારી સે@ક્સ લાઇફમાં નવો જોશ લાવવા માંગુ છું હું શું કરું….
સવાલ.મારો ૧૭ વરસનો નાનો ભાઈ એકદમ શાંત જ બની ગયો છે તેને લાગે છે કે કોઈ તેને પ્રેમ કરતું જ નથી. ભણવામાંથી પણ તેનું ધ્યાન હટી ગયું છે. હું તેને કેવી રીતે મદદ કરી શકું?.
જવાબ.તેની આસપાસના લોકોમાં જ કંઈ ખોટ હોય છે. સમાજ અમુક પ્રકારના લોકોની જ કદર કરે છે અને શાંત, અને અંતર્મુખી લોકો કરતા હસમુખા અને બોલકણા લોકોની વધુ કિંમત થાય છે. તેનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની જરૂર છે. તેને તેનું વ્યક્તિત્વ અને ટેલન્ટ ખીલવવા માટે પ્રોત્સાહિત પણ કરો. તેનામાં આત્મવિશ્વાસ પેદા કરી દો.તમે અને તમારો પરિવાર એને ચાહે છે અને એની કદર કરે છે એ વાત તેને સમજાવવાનો પ્રયાસ પણ કરો. આમ કરવાથી તેણે ગુમાવેલો વિશ્વાસ જરૂર પાછો આવી જશે.
સવાલ.હુું એક યુવકને પ્રેમ કરું છું અને એકાદ વર્ષ પહેલાં તે મને છોડીને જતો રહ્યો હતો અને હવે પાછો ફર્યો છે. અને મને ઘણો પ્રેમ કરતો હોવાનો દાવો પણ કરે છે. પરંતુ તે ઘણો પઝેઝિવ છે. હું જીન્સ કે ટ્રાઉઝર્સ પહેરું એ એને ગમતું જ નથી. તે મને કોઈની સાથે વાતો પણ કરવા દેતો જ નથી. મારે શું કરવું. એક યુવતી
જવાબ.લોકો તેમની ભૂલમાંથી બોધપાઠ લે છે. આથી શક્ય હોય છે કે તમને છોડવાની કરેલી ભૂલનો તેને પસ્તાવો થતો હશે અને તે તમને સાચો પ્રેમ કરતો હોવાથી તમારી પાસે પાછો પણ આવ્યો હશે. પરંતુ પઝેઝિવનેસ અને દાદાગીરી તેમ જ આપખુદશાહી પ્રેમ પ્રગટ કરવાના લક્ષણો નથી. આવા લક્ષણો એ યુવકની અસુરક્ષિતતાના અને અવિશ્વાસ પ્રગટ કરતા હોય છે.
તમે તમારી મરજી મુજબ કોઈને પણ પ્રેમ કરી શકો છો. પરંતુ પોતાની જાતને પ્રેમ કરવાનું છોડો નહીં. શું તમારે બહાર જવા માટે કે તમારી પસંદગીના કપડા પહેરવા માટે પણ એની મંજુરી લેવી જ પડે છે? તમારું જીવન બીજું કોઈ ચલાવે એમ તમે ઈચ્છો છો? તમારી સ્વતંત્રતા પર તરાપ નહીં મારવાનું તેની સમક્ષ સ્પષ્ટ કરી દો નહીંતર ભવિષ્યમાં મુશ્કેલીમાં મુકાઈ જશો.
સવાલ.એક વર્ષ પહેલાં પડોશમાં રહેતી પરિણીત સ્ત્રીએ મને તેની સાથે સં@ભોગ કરવા મજબૂર કરેલો હતો તો આની અસર મારા લગ્નજીવન પર પડી શકે છે ?.
જવાબ.આ કોઇ શારીરિક સમસ્યા પણ નથી. તમે ફરી આવો સંબંધ બાંધો જ નહિ અને આવી વ્યક્તિ સાથે પરિચય ચાલુ રાખો નહિ તો લગ્નજીવન પર કોઇ અસર પડશે નહિ. જો લગ્ન પછી પણ આવા સંબંધો ચાલુ રહે છે તો સ્વાભાવિક છે કે પત્નીને જાણ થતાં દાંપત્યજીવનમાં સંઘર્ષ ઊભો થઈ જશે.
સવાલ.હું કોલેજના ત્રીજા વર્ષમાં ભણું છે. હું મારી સાથે ભણતા એક સારા ઘરના છોકરા સાથે ત્રણ વર્ષથી સ્ટેડી રિલેશનશીપમાં છું. મારા પ્રેમ પ્રકરણની બધાને ખબર છે. હવે વર્ષ પણ પૂરું થવાની તૈયારીમાં છે. આ સંજોગોમાં હું જ્યારે મારા બોયફ્રેન્ડમાં પોતપોતાના ઘરમાં અમારા સંબંધોની વાત જાહેર કરવાનું કહું છું તો એ ટાળી દે છે. તેના ઇરાદા તો બરાબર હશે ને?.
જવાબ.તમે અને તમારો બોયફ્રેન્ડ હજી અભ્યાસ કરો છો અને કરિયરના મામલે કોઇ દિશા નક્કી નથી થઇ. આ સંજોગોમાં તમારો બોયફ્રેન્ડ પરિવારમાં તમારા સંબંધોની વાત કરવાનું ટાળતો હોય તો તેની સમસ્યા સમજી શકાય એવી છે. સામા પક્ષે તમને તેના આવા વર્તનથી શંકા થાય એ સ્વાભાવિક છે. આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ સમય છે.તમારે આ સમયે થોડી ધીરજ રાખીને કરિયર પર ધ્યાન આપવાની જરૂર છે.
તમે વયમાં હજી નાના છો અને વાસ્તવિક દુનિયા સાથે તમારો હજી સંપર્ક નથી થયો. આ સંજોગોમાં તમારે તમારા સંબંધને હજી થોડો વધારે સમય આપવાની જરૂર છે. જો તમારો પ્રેમ મજબૂત હશે તો ચોક્કસ અંત હકારાત્મક આવશે. જો બોયફ્રેન્ડના ઇરાદા વિશેની તમારી શંકા સાચી હશે તો સમયની સાથે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે
સવાલ.મારી ગર્લફ્રેન્ડ છેલ્લા એક મહિનાથી જિમમાં જાય છે. છેલ્લા પંદર દિવસથી તે બ્લેક વોટર પીવાનો જ આગ્રહ રાખે છે. આ પાણી બહુ મોંઘું આવે છે, પણ આમ છતાં તે કહે છે કે તેના જિમ ટ્રેનરે કહ્યું છે કે આનાથી બહુ ફાયદો થાય છે. શું આ વાત સાચી છે? શું બ્લેક વોટર હેલ્થ માટે બહુ ફાયદાકારક છે?.
જવાબ.આ બ્લેક વોટર હકીકતમાં આલ્કલાઇન પાણી જ છે. આ વાતનો કોઇ નક્કર પુરાવો નથી પણ દાવો કરવામાં આવે છે કે 8 કરતાં વધારે pH વેલ્યુ ધરાવતું આ આલ્કલાઇન પાણી બોડીને ડીટોક્સ કરવા, વજન ઘટાડવા, હાડકાનું આયુષ્ય વધારવા, શરીરને હાઇડ્રેટ કરવા, એસિડિટી દૂર કરવા, ઇમ્યુનિટી વધારવા અને એજિંગ પ્રોસેસને સ્લો કરવા માટે ઉપયોગી છે.
આજે જ્યારે આપણી અનિયમિત જીવનશૈલી અને ખાણી-પીણીની આદતોએ શરીરમાં એસિડનું પ્રમાણ વધાર્યું છે ત્યારે હાઈ pH ધરાવતું આલ્કલાઇન પાણી આ વધારાના એસિડને સંતુલિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
જોકે કુદરતે આપણા શરીરની કાર્યશૈલી જ એવી બનાવી છે કે ઘણી બાબતો એ પોતાની મેળે જ કરી લે છે. જેમ કે તમે કોઈ પણ પાણી પીઓ, એને જેવું તમે મોઢામાં નાખો અને એ તમારી લાળ સાથે ભળે એટલે તમારા મોઢામાં આપમેળે જ એ આલ્કલાઇન બની જાય.ફરી પાછું એ પાણી પેટમાં જાય ત્યારે પાચન થાય એ માટે એણે એસિડિક બનવું જ પડે.
આમ શરીરમાં પાણીની અને ભોજનની pH વેલ્યુ એની જરૂરિયાત મુજબ ચેન્જ થઈ જ જતી હોય છે એટલે બહારથી તમે એ પ્રકારનું પાણી આપીને એક રીતે જોઇએ તો શરીરનાં તંત્રને ડિસ્ટર્બ જ કરી રહ્યા છો. આમ એક રીતે જોઇએ તો આ પાણીથી ખાસ ફાયદો નથી થતો. જોકે આલ્કલાઇન વોટર શરીરના વધારાના એસિડને સંતુલિત કરે છે એ વાત પણ સાચી છે
સવાલ.હું 28 વર્ષનો છું અને અમારા લગ્ન હમણાં ડિસેમ્બરમાં જ થયા, તો હું મારી જાતિય જિન્દગીમાં નવો જોશ લાવવા માટે શું કરું, મને તમે બતાવો.
જવાબ.સૌથી પેહલા તમને અભિનંદન, બીજું તમે હાલ જ લગ્ન કર્યા અને જાયતીયજીન્દગી માણવા માટે જે કરવું જોઈએ એ મેં પેહલા પણ લખેલું જ છે પણ ફરીવાર લખું, હાલ માર્કેટમાં સે@ક્સ ડાઇસ આવે છે એને તમે લઇ આવો અલગ અલગ રીતે એમાં આપેલી જ હોઈ છે જેને લઈને તમે તમારી રોમાન્સની દુનિયામાં એક નવો જ અનુભવ કરી શકો છો