મોરબીના આ યુવકને ગામ ની જ યુવતી સાથે લફરું કરવું ભારે પડી ગયું,પરિવાર યુવક સાથે જે કર્યું એ જાણીને હોશ ઉડી જશે.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Gujarat

મોરબીના આ યુવકને ગામ ની જ યુવતી સાથે લફરું કરવું ભારે પડી ગયું,પરિવાર યુવક સાથે જે કર્યું એ જાણીને હોશ ઉડી જશે..

આજકાલ હત્યાના કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે.

અને એનું કારણ એ જ છે કે લોકો એક-બીજા પર શંકા કરવી અથવા એક બીજા પર વિશ્વાસ ન હોવો જેનાથી આક્રોશમાં આવીને લોકો હત્યા કરવાની કોશિશ કરે છે.

Advertisement

અહીંયા એક આવોજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે વિગતવાર જાણીશું મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે પ્રેમ સંબંધની યુવતીના પરિવારજનોને જાણ થઈ જતા.

યુવતીની માતા અને બે મામાએ યુવકનું અપહરણ કરીને વાડીએ લઈ જઈને ઢોર માર માર્યો હતો જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન જ યુવાનનું મૃત્યું થતા બનાવ હત્યામાં પલટાયો છે.

Advertisement

આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે શીતળા માતા ધાર વિસ્તારમાં રહેતા મિતેશ ભરતભાઈ કુબાવત ઉ.વ. 21 ને તેના જ વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.

જે પ્રેમ સંબંધની જાણ યુવતીના પરિવારજનોને થઈ ગઈ હતી જેથી મંગળવારે મિતેષ પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે તેના બાઇકની સાથે બાઇક અથડાવીને યુવતીના પરિવારજનોએ બોલાચાલી કરી હતી.

Advertisement

અને તેની સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ મિતેષનું અપહરણ કરીને તેને મહેન્દ્રનગર ગામ પાસે આવેલ વાડી વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં યુવતીની માતા અને તેના બે મામાએ મિતેશને ઢોર માર માર્યો હતો.

જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર અર્થે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

જ્યાં સારવાર દરમિયાન જ મિતેષનું મૃત્યું નિપજતા ચકરાર મચી જવા પામી છે હાલમાં મારામારી બાદ હત્યામાં પલટાયેલા બનાવ અંગે બી ડિવિઝન પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite