સૂર્યનું ગોચર, જાણો કઈ રાશિઓને કરવો પડી શકે છે. મુશ્કેલીઓનો સામનો…

સૂર્યનું ગોચર, જાણો કઈ રાશિઓને કરવો પડી શકે છે. મુશ્કેલીઓનો સામનો…

સૂર્ય કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જણાવી દઈએ કે, 20 માર્ચના  સાંજે  06:04 મિનિટે  સૂર્યદેવે મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો અને 22 એપ્રિલના મોડી રાતે 02:33 મિનિટે સુધી મીન રાશિમાં જ ગોચર કરતા રહેશે. સૂર્ય ભગવાનની મીનસંક્રાંતિ સાથે જ ખરમાસ પણ શરૂ થઈ ચૂક્યો છે. જણાવી દઇએ કે જ્યારે પણ સૂર્ય બૃહસ્પતિનીરાશિ ધન અથવા મીનમાં રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે ખરમાસ શરૂ થાય છે. જાણો તમારી રાશિ પર કેવી રહેશે અસર.એવું માનવામાં આવે છે કે સૂર્યદેવ તેના સાત ઘોડાઓ પર સવારી કરે છે, એટલે કે ઘોડાના રથ પર બ્રહ્માંડનું ભ્રમણ કરે છે, જેથી વિશ્વ ગતિશીલ રહે છે. એવું કહેવામાં આવે છે કે ભ્રમણ દરમિયાન, ઘોડાને તરસ લાગે છે અને સૂર્યદેવ પોતાના ઘોડાઓને પાણી પીવડાવવા માટે એક સરોવર પર રોકાય છે, પરંતુ તેમને ખ્યાલ આવે છે કે તેમના રોકાવાના કારણે, સૃષ્ટિ અસ્ત વ્યસ્ત થઈ જશે. તે વખતે તેને તળાવ પર બે ખાર એટલે કે ગધેડા જોવા મળે છે.

સૂર્યદેવ પોતાના ઘોડાઓને આરામ આપીને રથમાં ગધેડાંને હાંકે છે, જેનાથી સૂર્યની ગતિ ધીમી થઈ જાય છે. આ કારણોસર, આ સમયને ખરમાસ કહેવામાં આવે છે. આ દરમિયાન સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાનું શુભ માનવામાં આવે છે. ખરમાસ દરમિયાન શુભ કાર્યો જેવા કે, માંગલિક કાર્ય, વિવાહ અને યજ્ઞોપવીત નિષેધ માનવામાં આવે છે. પરંતુ આ સમય પૂજા અને દાન માટે શ્રેષ્ઠ છે.

આ સમય દરમિયાન, ગરીબોને ખોરાક અને કપડાંનું દાન કરવું જોઈએ. આનાથી અશુભ ગ્રહોની અસર ઓછી થાય છે. સાથે એપણ જણાવી દઈએ કે સૂર્યની કોઈપણ સંક્રાંતિ દરમિયાનનો પુણ્યકાળ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. સૂર્યની કોઈપણ સંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન ગોદાવરી અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન-દાનનું ખૂબ છે.

તમારી કુંડળીના કયા સ્થાન પર સૂર્ય ગોચર કરશે અને આ ગોચરનું શુભફળ સુનિશ્ચિત કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ.

મેષ – સૂર્ય દેવ તમારા તમારી બારમા સ્થાને ગોચર કરી રહ્યા છે. કુંડળીમાં આ સ્થાન શૈયા સુખ અને ખર્ચ સાથે સંબંધિત છે. સૂર્યદેવના આ ગોચરના પ્રભાવથી તમારા જીવનમાં શૈયા સુખ બની રહેશે, પરંતુ આ સમય દરમિયાન તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. તેથી, શુભ ફળ નિશ્ચિત કરવા માટે 13 એપ્રિલની સવારે તમારા ઘરની બારીઓ, દરવાજા ખુલ્લા રાખવા જોઈએ.

વૃષભ – સૂર્ય તમારા અગિયારમા સ્થાને દેખાય છે. કુંડળીમાં આ સ્થાન આવક અને ઇચ્છા પરિપૂર્ણતા સાથે સંબંધિત છે. સૂર્યદેવના આ સ્થાનની અસર તમારી આવકમાં વધારો કરશે. ટૂંક સમયમાં તમારી વિશેષ ઇચ્છા પણ પૂર્ણ થઈ શકે છે. આ શુભ સ્થિતિનો લાભ મેળવવા માટે, રાત્રે સૂતી વખતે તમારા પલંગ પાસે 5 મૂળા રાખીને સૂઈ જાઓ અને બીજા દિવસે સવારે ઉઠીને તેને કોઈ મંદિર અથવા ધર્મસ્થળે દાન કરો.

મિથુન – સૂર્ય દેવ તમારા દસમા સ્થાને સ્થાનાંતરિત થઈ છે. કુંડળીમાં આ સ્થાન તમારી કારકિર્દી અને પિતા સાથે સંબંધિત છે. સૂર્યદેવના આ ગોચરના પ્રભાવથી તમને તમારી કારકિર્દીમાં નવી સફળતા મળશે. તેમજ તમારા પિતાની સુખાકારી સુનિશ્ચિત થશે. સૂર્યદેવની શુભ સ્થિતિને સુનિશ્ચિત કરવા માટે, તમારા માથા પર સફેદ ટોપી અથવા પાઘડી પહેરો.

કર્ક – સૂર્ય દેવ તમારા નવમા સ્થાને  છે. કુંડળીમાં આ સ્થાન તમારા ભાગ્ય સાથે સંબંધિત છે. સૂર્યદેવના આ ગોચરની અસરને કારણે તમને ભાગ્ય પ્રાપ્ત કરવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. તેથી, સૂર્યદેવની અશુભ પરિસ્થિતિને ટાળવા માટે, ધર્મના કાર્યોમાં પોતાનો  સહયોગ આપતા રહો.

સિંહ – સૂર્યદેવ તમારા આઠમાં સ્થાને છે. કુંડળીમાં આ સ્થાન તમારા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. સૂર્યદેવના આ ગોચરની અસરો તમારા સ્વાસ્થ્ય થોડો ઉતાર-ચઢાવ લાવી શકે છે. સૂર્યદેવના શુભ પરિણામોની ખાતરી કરવા માટે, કાળી ગાય અથવા મોટા ભાઈની સેવા કરો.

કન્યા – સૂર્ય તમારા સાતમા સ્થાને છે. કુંડળીમાં આ સ્થાન સીધી રીતે જીવનસાથી સાથે સંબંધિત છે. સૂર્યદેવના આ ગોચરની અસરથી તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ ખૂબ સારો રહેશે. તમારા બધા કામમાં તમને તમારા જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. તમારા જીવનસાથીને સાથે રાખવા, તમારા ભોજનમાંથી એક રોટલી લઈને કોઈ સહયોગી અથવા તમારી આજુબાજુ રહેલ કોઈ વ્યક્તિને જમવાનું આપો.

તુલા – સૂર્ય તમારા છઠ્ઠા સ્થાને છે. આ સ્થાન કુંડળીમાં મિત્રો અને દુશ્મનોથી સંબંધિત છે. સૂર્યદેવના આ ગોચરની અસરને કારણે, તમારો કોઈપણ મિત્ર તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. તમારા વિરોધીઓથી પણ સાવચેત રહો. મિત્રો સાથે સારા સંબંધો જાળવવા અને શત્રુઓથી બચવા માટે મંદિરમાં ગોળનું દાન કરો.

વૃશ્ચિક – સૂર્યદેવ તમારા પાંચમાં સ્થાને છે. કુંડળીમાં આ સ્થાન વિદ્યા, ગુરુ, વિવેક, રોમાંસ અને બાળકો સાથે સંબંધિત છે. સૂર્યદેવના આ સંક્રમણની અસરથી તમે શિક્ષણ ક્ષેત્રે વૃદ્ધિ કરશો. ઉપરાંત તમને સંતાન સુખ મળશે. તેઓ શક્ય એટલી દરેક બાબતમાં તમને મદદ કરશે. સૂર્યદેવની શુભ સ્થિતિની ખાતરી કરવા માટે, પક્ષીઓને દાણા ખવડાવો.

ધન – સૂર્ય તમારા ચોથા સ્થાને છે. આ સ્થાન કુંડળીમાં જમીનથી સંબંધિત છે. મકાનો, વાહનો અને માતા સાથે. આ સમય દરમ્યાન તમને તમારા કાર્યમાં તમારી માતાનો સંપૂર્ણ સહયોગ મળશે. આ સાથે તમને જમીન, મકાનો અને વાહનોનો લાભ પણ મળશે. સૂર્યદેવના શુભ ફળની ખાતરી કરવા માટે કોઈપણ જરૂરીયાતમંદને ભોજન ખવડાવો.

મકર  – સૂર્ય તમારા ત્રીજા સ્થાને છે. કુંડળીમાં આ સ્થાન તમારા ભાઈ-બહેન અને તમારી અભિવ્યક્તિથી સંબંધિત છે. સૂર્યદેવના આ ગોચરની અસર તમારા ભાઈ-બહેનો સાથેના તમારા સંબંધોમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે. કેટલીકવાર તમારી સાથે પરિસ્થિતિ એવી બની શકે છે કે તમે કહેવા કંઈક માંગતા હો, પરંતુ બીજી વ્યક્તિ કંઈક બીજું જ સમજી બેસે. આવી સ્થિતિથી બચવા માટે, કીડીને  લોટ આપો.

કુંભ – સૂર્ય તમારા તમારા બીજા સ્થાને છે. કુંડળીમાં આ સ્થાન સીધી તમારી આર્થિક સ્થિતિ અને સંપત્તિ સાથે સંબંધિત છે. સૂર્યદેવના આ ગોચરની અસરોથી તમને લાભ થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સૂર્યદેવનો આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં નાળિયેર તેલની બોટલ દાન કરો.

મીન – સૂર્યદેવ તમારા પ્રથમ સ્થાને છે, એટલે કે લગ્ન સ્થાનમાં. કુંડળીમાં આ સ્થાન તમારા શરીર, પ્રેમ સંબંધ, ખ્યાતિ અને આદરથી સંબંધિત છે. સૂર્યદેવના આ ગોચરની અસરથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો. પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે. સૂર્યના શુભ પરિણામની ખાતરી કરવા માટે, સવારના સ્નાન કર્યાપછી સૂર્ય ભગવાનને જળ ચઢાવો.

Dipen Patel

Leave a Reply

Your email address will not be published.