મારો પ્રેમી ક્યારેય પિતા નહીં બની શકે,હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું,મને માર્ગદર્શન આપો.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

મારો પ્રેમી ક્યારેય પિતા નહીં બની શકે,હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું,મને માર્ગદર્શન આપો….

સવાલ.હું 22 વર્ષની છોકરી છું હું એક છોકરાને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું.પરંતુ મારા પરિવારના સભ્યો આ સંબંધનો સખત વિરોધ કરે છે કારણ મારો બોયફ્રેન્ડ ક્યારેય પિતા નહીં બની શકે તેનું સત્ય જાણીને કોઈ છોકરી તેની સાથે લગ્ન કરવા તૈયાર નથી પરંતુ હું તેને આ હાલતમાં છોડી શકતી નથી મેં નક્કી કર્યું છે કે જો હું તેની સાથે જ લગ્ન કરીશ.

જવાબ.તમે કેવી રીતે જાણો છો કે જે પતિનો જન્મ થવાનો છે તે પિતા બની શકે નહીં?શું તેણે પરીક્ષણ કર્યું?સારું માતાપિતા તેમના બાળકો માટે શ્રેષ્ઠ ઇચ્છે છે તમારા માતા-પિતા અનુભવી છે તેઓને તમારા કરતાં વિશ્વનો વધુ અનુભવ છે જો તેઓ તમને આ લગ્ન માટે રોકી રહ્યા છે તો તમારે પણ ઠંડા મનથી વિચારવું જોઈએ.

Advertisement

ભાવુક થઈને કોઈ પગલું ન ભરો આ લગ્ન કરવા માટે ઉતાવળ કરશો નહીં કારણ કે અન્ય કોઈ છોકરી તે છોકરા સાથે લગ્ન કરવા તૈયાર નથી તમે દયાથી આ કરી રહ્યા છો કે કેમ તે વિશે વિચારો લગ્ન જીવનનો મહત્વનો નિર્ણય છે.આ સંબંધને થોડો વધુ સમય આપો તો સારું રહેશે ત્યાં સુધીમાં તમે પણ થોડા પરિપક્વ થઈ જશો અને જો તમારો નિશ્ચય બદલાય નહીં તો પણ તમે લગ્ન કરી શકો છો.

સવાલ.મારી ઉંમર 23 વર્ષની છે મેં કોર્ટ મેરેજ કર્યા હતા શરૂઆતના વિરોધ પછી અમારા કુટુંબીજનોએ પણ અમારા લગ્ન સ્લીકારી લીધા હતા પરંતુ એકવાર મેં પારિવારિક ઝગડાને કારણે ગુસ્સામાં મારી પત્ની પર હાથ ઉઠાવી દીધો હતો.

Advertisement

તે પછી તે તેને પિયર જતી રહી છે મેં તેને મનાવવા પ્રયત્ન કર્યો પણ તે માનતી નથી મને ડર છે કે એના ઘરવાળા એના લગ્ન અન્ય સ્થળે કરાવી દેશે શું હું તલાક નહીં આપું તો તલાક થવાની શક્યતા ખરી?હું મારા પત્નીને ઘણો પ્રેમ કરું છું યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.તમારા લગ્ન કોર્ટમાં રજિસ્ટર્ડ હશે તો તલાક વગર તમારી પત્ની બીજા લગ્ન કરી શકશે નહીં તેમજ છૂટાછેડા વગર તમે પણ બીજા લગ્ન કરી શકશો નહીં પરંતુ તમે તમારી પત્નીથી એક સાલથી વધારે સમય સુધી અલગ રહેશો તો તે તલાકનું કારણ બની શકશે પત્ની પર હાથ ઉગામવાને કારણે પણ તેને તલાક મળી શકે છે તમે તમારી ભૂલ સ્લીકારો છો તો તમારી પત્નીને બોલાવવા માટે તમે વકીલની સલાહ લઈ કાયદા મુજબ મુકદમો કરી શકો છો.

Advertisement

સવાલ.મારી ઉંમર 29 વર્ષની છે હું એક પ્રતિષ્ઠિત ફર્મમાં નોકરી કરું છું હું એક માત્ર પુત્ર હોવાને મારા કુટુંબીજનો મારી આવક પર નભે છે મારે લગ્નની ઉંમરની એક બહેન પણ છે તેના લગ્નની જવાબદારી પણ મારા પર જ છે છેલ્લા દોઢ વર્ષથી હું એક યુવતીના પ્રેમમાં છું અમારી જ્ઞાાતિ એક જ છે તેના ઘરવાળા અમારા લગ્ન માટે રાજી છે.

પરંતુ મારા ઘરવાળાને આનો વિરોધ છે મારી મમ્મીના દબાણથી છ એક મહિનાથી મેં તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો છે પરંતુ અમે બંને એક બીજા વગર રહી શકતા નથી હમણા જ તેને એક ખાસ પ્રકારની તબીબી સારવાર લેવી પડી છે આ માટે હું મારી જાતને અપરાધી માનું છું મારી મમ્મી હજુ તેની હઠ છોડવા માગતી નથી મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી.

Advertisement

જવાબ.આ વાત સાવ સરળ છે તમારે તમારી મમ્મી કે પ્રિયતમા બંનેમાંથી એકની પસંદગી કરવાની છે તમે તમારા કુટુંબની વિરુદ્ધ જઈ શકતા નથી એટલે આ પરિસ્થિતિ મારે માટે મુશ્કેલ છે અને તમારો સ્વભાવ જોતા મને નથી લાગતું કે તમે આ બંનેમાંથી એક પસંદગી ખાસ કરીને તમારી પ્રિયતમાની પસંદગી કરી શકો.

એટલે પ્રશ્નના ઉત્તરનો સવાલ જ ઉત્પન નથી થતો જવાબ એકદમ સ્પષ્ટ છે.તમારી પ્રેમિકા ઝડપથી સારી થઈ પોતાને માટે બીજો યોગ્ય જીવન સાથી શોધી લે કદાચ તમે તેને બીજાના હાથમાં સોંપવા ન માગતા હોતો તમારે પ્રેમિકાને અપનાવવા કુટુંબના વિરોધનો સામનો કર્યે જ છૂટકો છે.

Advertisement

સવાલ.મારો મોટા ભાઈ મારી કોલેજમાં જ ભણતી એક યુવતી સાથે પ્રેમમાં છે તે તેની સાથે લગ્ન કરવા માગે છે પરંતુ કોલેજમાં આ છોકરીની આબરૂ સારી નથી મેં મારા ભાઈને ખૂબ જ સમજાવ્યો પરંતુ તે માનતો નથી મારે શું કરવું તે મને સમજ પડતી નથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.બંને જણા પુખ્ત ઉંમરના છે તેઓ પોતાનું સારું-નરસું સમજી શકે છે આથી તમે આમાં કશું કરી શકો તેમ નથી તમે તમારા ભાઈને આ આગમાં કૂદી ન પડવા માટે ઘણું સમજાવ્યો પરંતુ તે માનતો નથી ધીરે ધીરે એ છોકરીને તેનો પરિચય થશે ત્યારે તેનામાં આપોઆપ અક્કલ આવી જશે.

Advertisement

બીજી બાજુ એ યુવતી તમારા ભાઈને અંત.કરણપૂર્વક ચાહતી હશે તો તે પોતાની આદત છોડી તમારા ભાઈને વફાદાર રહી નવેસરથી જિંદગી શરૂ કરી પણ શકે છે કદાચ તમે પણ તમારા ભાઈ માટે વધુ પડતા પઝેશીવ હોઈ શકો છો આમ પણ કોઈપણ બહેનને પોતાના ભાઈ માટે કોઈ પણ યુવતી યોગ્ય જણાતી નથી આ એક માનસિક સમસ્યા છે અત્યારના સંજોગો જોતા તો તમારે તેમના સંબંધમાંથી પોતાની જાતને અલિપ્ત જ રાખવી.

સવાલ.હું 20 વર્ષની યુવતી છું મને ચોવીસ વર્ષના એક યુવક સાથે પ્રેમ છે છેલ્લાં એક વર્ષથી અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે હવે મારા માતા-પિતાએ મને એ યુવકથી દૂર રહેવાની ચેતવણી આપી છે મને ગર્ભ રહી ગયો હોવાનો ડર છે કારણ કે મને ઉબકા આવે છે અને વજન પણ વધી ગયું છે આથી મારે શું કરવું?યોગ્ય સલાહ આપવા વિનંતી.

Advertisement

જવાબ.તમે ગર્ભનિરોધક સાધનોના ઉપયોગ વગર જાતીય સુખ માણો તો ગર્ભ ન રહે તો બીજું શું થાય?માત્ર ઉબકા આવવાથી કે વજન વધવાથી ગર્ભ રહ્યો હોય તેમ માનવાનું કારણ નથી ગર્ભનો સંબંધ માસિક સાથે પણ છે માસિક બંધ થઈ ગયું હોય તો ગર્ભ રહ્યો છે.

એમ સમજવું આ માટે વધુ સમય ન ગુમાવતા તમારા માતા પિતાને વિશ્વાસમાં લઈ આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરો ગર્ભના પ્રથમ ત્રણ મહિના દરમિયાન ગર્ભપાત કરાવવો સલામત છે તમે સમજ્યા વિચાર્યા વગર પગલું ભર્યું છે તમારા આ સમાચાર તમારા કુટુંબીજનોને આંચકો આપવા પૂરતા છે તમારા પ્રેમીએ પણ પૂર્ણ જવાબદારી સ્વીકારવી જોઈએ તમારા મમ્મી-પપ્પા કદાચ તમારા લગ્ન કરવાનું પણ નક્કી કરે.તમારો પ્રેમી આત્મનિર્ભર છે ખરો?

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite