મોટે ભાગે આપણને જોવા મળે છે કે જ્યારે આપણે પૂજા કરતી વખતે અથવા તો મંદિર જતી વખતે નાળિયેર વધે તા હોય છે. તો આ સમય દરમિયાન ઘણી વખત નાળિયેર છે એ ખરાબ નીકળતું હોય છે. અથવા તો નાળિયેરનું પાણી કોરું કરતું હોય છે. અથવા તો વચ્ચે બીજ પણ નીકળતું હોય છે.
જ્યારે શ્રીફળ એકદમ કોરો નીકળે ત્યારે તે શુભતાનો પ્રતીક છે. તમારી એ સમયે દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે. ને એના વચ્ચે જો બીજ નો ગોળો હોય તો શ્રીફળ માતા લક્ષ્મીનું પ્રતિક છે. અને શ્રીફળ ની અંદર બીજ નીકળે તો સ્ત્રીઓ માટે ખૂબ શુભ દાયી માનવામાં આવે છે. ઘરની સ્ત્રીઓ પર કુળદેવતા ઓના સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ છે. એ સમયે તમારી મનોકામના પૂરી થતી હોય છે. તમે માંગો એ ફળ અવશ્ય મળે છે.
એ ઉપરાંત જ્યારે શ્રીફળ વધેરવામાં આવે અને ખરાબ નિકળે તો આપણે નિરાશ થઈ ગયા છીએ. જ્યારે શ્રીફળ ખરાબ નીકળી રહ્યું ત્યારે તમારે એમ ન સમજવું જોઈએ તમારા ઉપર કુળદેવી કૃપા નથી. પરંતુ તમારે ઉલટુ સમજવું જોઈએ જે તમે શ્રીફળ વધેરી રહ્યા છો તે શ્રીફળ ખરેખર માતાજીને પહોંચી ગયું છે.
તમારા હૃદયની લાગણી ખરેખર સાચી છે. માટે તમારા ઉપર તમારા કુળદેવી અથવા દેવી-દેવતાઓ પ્રસન્ન છે. તો એ સમયને ખૂબ શુભ માનવામાં આવે છે. બે હાથ જોડી આંખો બંધ કરી માનની મનોકામનાઓ માંગવી જોઈએ.