એક એવું શિવ મંદિર જ્યાં, નમાઝ અને પૂજા બંને થાય છે. હિંદુ મુસ્લિમ ભાઈચારાનું પ્રતિક બની ગયું છે

શિવ હિંદુના પૂજનીય દેવતા માંથી એક છે. શિવની ગણતરી ત્રીદેવો માં થાઈ છે. હિંદુ ધર્મમાં શિવનું પૂજન શિવલીંગ ના રૂપમાં થાય છે. આ વાત આશ્ચર્યચકિત કરે તેવી છે પરંતુ સત્ય છે. એક એવું શિવલીંગ જ્યાં હિંદુઓ જળ ચઢાવે અને મુસ્લિમ લોકો સજદા કરે છે. તો ચાલો જાણીએ આ અનોખી શિવલીંગ વિષે.ભારતના ઉત્તરપ્રદેશમાં કોઈક સૌથી જુના અને પ્રસીધ્ધ મંદિરો છે. ઉત્તરપ્રદેશને રામ અને કૃષ્ણની ધરતી માનવામાં આવે છે. ઉત્તરપ્રદેશને શિવનું સ્થાન માનવામાં આવે છે. ઉત્તરપ્રદેશના ગોરખપુર જીલ્લાથી થોડી દુર એક ગામ છે સરયા તિવારી. આ ગામમાં શિવનું એક પ્રાચીન મંદિર છે, જેનું નામ છે ઝારખંડી મહાદેવ. આ મંદિરની ધણી બધી ખાસિયતો છે.. આ મંદિરની સૌથી પહેલી ખાસિયત એ છે કે અહી કોઈ છત નથી. એવું નથી કે અહી છત બનાવવાની કોશિશ નથી કરી. દરવખતે કોશિશ કરવાથી પણ અહી છત ન બની શકી. આજે ઝારખંડી મહાદેવની શિવલિંગ ખુલ્લા ચોગાનમાં છે.

ઝારખંડી મહાદેવના શિવલિંગની ખાસ વાત એ છે કે હિંદુ અને મુસ્લિમ અહી એક જેવી જ શ્રધ્ધાથી પૂજે છે. ઝારખંડી મહાદેવ એક સ્વયંભૂ શિવલિંગ છે, એટલે કે આ શિવલિંગ પ્રકટ થઈ છે. સ્વયંભૂ શિવલિંગ માંથી આ શિવલિંગ સૌથી મોટી છે. પરતું મુસ્લિમની શ્રધ્ધાનું શું કારણ? ચાલો, જાણીએ.

આ શિવલિંગની પ્રસિદ્ધિ જાણીને મહમુદ ગઝની એ આને તોડવાની કોશિશ કરી હતી. બધી કોશિશ કરવા છતા મહમુદ ગઝની અને તેમના સૈનિકો શિવલિંગને તોડી શક્યા નહિ. અંતમાં હારીને મહમુદ ગઝનીએ આ શિવલિંગ પર કુરાનનો પવિત્ર શબ્દ “લાઈલાહાઈલલ્લલાહ મોહમ્મદમદૂર રસુલુલ્લાહ” લખાવી દીધો, એ વિચારીને કે હવે હિંદુ આની પૂજા નહિ કરે.મહમુદ ગઝનીએ શિવલીંગ પર આ નામ લખાવવાથી તે વધારે પ્રસિધ્ધ થઈ ગયું. આજના સમયમાં આ શિવલીંગ હિંદુ અને મુસલમાન બંને ધર્મના લોકોનું કેન્દ્ર છે. શ્રાવણના મહિનામાં લાખો હિંદુ શ્રધ્ધાળુંઓ અહી પૂજા કરવા માટે આવે છે. ધણા બધા મુસ્લિમો પણ અહી નમાઝ પઢવા આવે છે.

આજે હિંદુ મુસ્લિમને ખરાબ કરવાની તમામ ઘટનાઓની વચ્ચે હિંદુ મુસ્લિમ ભાઈચારાનું પ્રતિક બની ગયું છે. આ મંદિરની પાસે તળાવ પણ છે, જે વિષે કહેવામાં આવે છે આ તળાવમાં સ્નાન કરવાથી રકતપિત્ત નો રોગ નાશ પામે છે.

About the author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *