અમારા લગ્નને 5 વર્ષ થયા છે, મેં એકવાર ગર્ભ પડાવી નાખ્યો પછી મને બાળક નથી થઈ રહ્યું, હું શું કરું જેથી મને ગર્ભ રહે... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

અમારા લગ્નને 5 વર્ષ થયા છે, મેં એકવાર ગર્ભ પડાવી નાખ્યો પછી મને બાળક નથી થઈ રહ્યું, હું શું કરું જેથી મને ગર્ભ રહે…

સવાલ.હું 19 વર્ષની છું અને મારો પાર્ટનર 30 વર્ષનો છે. અમે ગયા મહિને કો-ન્ડોમ વિના સે@ક્સ કર્યું હતું. ગયા મહિને મારા પિરિયડ્સ સમયસર આવી ગયા હતા છતાં તેમાં ખૂબ જ ઓછું બ્લીડિંગ થયું. તે પછીના બે અઠવાડિયાં પછી થોડું વધારે બ્લીડિંગ થયું. છેલ્લાં એક અઠવાડિયામાં મને વારેવારે યુરિન કરવાની ઈચ્છા થાય છે. મેં પ્રેગનન્સી ટેસ્ટ કર્યો છે અને તેનું પરિણામ નેગેટિવ આવ્યું છે. શું મારે ડોક્ટરને મળવું જોઈએ કે થોડી રાહ જોવી જોઈએ?

જવાબ.કોઈ ગાયનેકોલોજિસ્ટને મળો. કદાચ તમે પ્રેગ્નન્ટ તો નહીં જ હોવ પણ તમારી હેલ્થ તો સારી છે ને તે ચેક કરાવી આવો. ગાયનેકોલોજિસ્ટ તમારા બ્રેસ્ટ્સ પણ તપાસશે અને બ્રેસ્ટ્સનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ.

Advertisement

સવાલ.હું પચ્ચીસ વર્ષની પરિણીતા છું. હું જાણવા માગું છું કે શું માસિકધર્મના દિવસોમાં સમાગમ કરવાથી ગર્ભ રહી શકે?એથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નથી પડતી ને? થોડા વખત પહેલાં મને થાઈરોઈડમાં સોજો હતો, જેથી મારે સવાર-સાંજ નિયોમર્કાજોલની એક એક ગોળી લેવી પડતી હતી. હવે એ દવા બંધ કરી દીધી છે. શું હવે હું ગર્ભ ધારણ કરી શકું?.

જવાબ.માસિકસ્ત્રાવના દિવસોમાં કરેલા સમાગમથી ગર્ભ રહેતો નથી. ગર્ભ ત્યારે જ રહે છે, જ્યારે અઠ્ઠાવીસ દિવસના નિયમિત માસિકચક્રવાળી સ્ત્રીઓમાં ચક્રના ચૌદમા દિવસે અથવા તેની આસપાસ બીજ છૂટું પડે છે. આ બીજ સામાન્ય રીતે ચોવીસ કલાક માટે જ નવું જીવન શરૂ કરવાને લાયક હોય છે, એટલે આ સમય દરમિયાન શુક્રાણુ સાથે એનો મેળ જરૂર છે.

Advertisement

બીજી બાજુ પુરુષના સ્ખલન વખતે સ્ત્રીના શરીરમાં પહોંચેલા શુક્રાણુ સામાન્ય રીતે તો અડતાલીસથી બોત્તેર કલાક સુધી જીવતાં રહે છે, એટલે કે બીજ છૂટું પડે તેના ત્રણ દિવસ પહેલાંથી લઈને ત્રણ દિવસ પછી સુધીનો સમાગમ ગર્ભધારણ કરવા માટે ઉત્તમ હોય છે.

આમાં કેટલાક દિવસ વધીઘટી શકે છે, કેમ કે માસિકધર્મ નક્કી કરેલી તારીખે જ આવે, એવું હંમેશા બનતું નથી અને બીજ ક્યારે છૂટું પડે તેની પણ સાચી ગણતરી કરી શકાતી નથી.આમ છતાં અઠ્ઠાવીસથી ત્રીસ દિવસનું માસિકચક્ર ધરાવનાર સ્ત્રીઓમાં મોટા ભાગે ચક્રના અગિયારમાથી સત્તરમાં દિવસની વચ્ચે કરાયેલો સમાગમ ગર્ભધારણ કરવા માટે સૌથી ઉત્તમ સમય છે.

Advertisement

તમારી થાઈરોઈડની સમસ્યાની વાત કરી એ તો સારું જ થયું કે તમે નિયોમર્કાજોલનો કોર્સ કરતી વખતે ગર્ભધારણ નથી કર્યો, કેમ કે એથી બાળકના થાઈરોઈડ પર ખરાબ અસર થઈ શકે છે.

હવે જ્યારે તમે ગર્ભધારણ કરો ત્યારે સામાન્ય સાવધાનીઓની સાથે સાથે થાઈરોઈડનું પણ ધ્યાન રાખજો. થોેડા થોડા સમયે થાઈરોઈડના ડોક્ટરને બતાવતા રહેવાથી અને થાઈરોઈડ હોર્મોનની તપાસ કરાવતાં રહેવાથી એમને સામાન્ય રાખી શકાય, એ તમારા અને તમારા ગર્ભમાં ઊછરતા બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

Advertisement

સવાલ.મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સેકસ દરમિયાન મારું પેનિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે. શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો? અને ઈલાજમાં કેટલો સમય લાગશે?

જવાબ.આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય. ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે. એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો. પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો.

Advertisement

સવાલ.હું ૧૮ વર્ષની છું, મારાં સ્તન બહુ નાનાં છે, એટલે મારી બહેનપણીઓ ઘણીવાર મારી મજાક ઉડાવે છે, એમનું કહેવું છે કે સ્તન દબાવતાં રહેવાથી તે મોટાં થાય છે. હું એ પણ અજમાવી ચૂકી છું, પણ એથી કંઈ ફાયદો નથી થયો. તમે કોઈ એવી દવા બતાવો જેથી હું મારા સ્તનને મોટાં કરી શકું.

જવાબ.શરીરનાં રંગરૂપ અને ચહેરામહોરાની જેમ સ્તનનું કદ પણ દરેક સ્ત્રીમાં અલગ અલગ હોય છે. એના અનુવાંશિક ગુણ, જે એના જીન્સમાં જીવિત હોય છે, તદાનુસાર હોર્મોનલ સ્ત્રાવના પ્રમાણમાં વિકાસ થતો હોય છે. એને કોઈપણ પ્રકારની દવા, ક્રીમ કે તેલ કે વનસ્પતિઓના લેપ કે માલિશથી વધારી કે ઘટાડી શકાય નહીં,.

Advertisement

કોઈ વ્યાયામથી પણ એમનું કદ બદલી નથી શકાતું, સ્તનમાં સ્નાયુઓ હોતા નથી, તેથી કોઈ ખાસ વ્યાયામ કે તેના સાધનથી તેમને વધારે માંસલ બનાવી શકાય નહીં.એ પણ સાચું છે કે નાનાં હોેય કે મોટાં, એની લગ્નજીવન પર ખરાબ અસર પડતી નથી. યૌનસુખમાં પણ તે અવરોધક નથી. હા, કોઈના મનમાં પૂર્વગ્રહ હોય તો વાત જુદી છે.

સવાલ.હું 18 વર્ષનો છું અને યુરિન કરતી વખતે હું કિગલની મેથડ પ્રમાણે સ્ટોપ એન્ડ સ્ટાર્ટ કરી રહ્યો છું. હું નાનો હતો ત્યારે હું યુરિન પાસ કરવાનું વચ્ચેથી જ સ્ટોપ કરતો ત્યારે મને પેનિસમાં બળતરા થતી. હવે બળતરા તો બિલકુલ નથી થતી પણ મને યુરિન પાસ કરવામાં વધુ સમય લાગે છે. બધું બરાબર છે ને?

Advertisement

જવાબ.કોઈ પ્રોબ્લેમ નથી. તમે બિલકુલ સ્વસ્થ છો. આ નોર્મલ છે અને ટેન્શન ના કરો.

સવાલ.હું સંયુક્ત પરિવારમાં રહું છું. મારી ત્રણ વર્ષની પુત્રી છે અને હું વર્કિંગ વુમન હોવાથી મારી દીકરીને મારા સાસુ-સસરા જ સાચવે છે. મારી દીકરીને મારા સાસુ-સસરા ઘણા લાડ લડાવે છે. તેને રડતી જોઈ શકતા ન હોવાથી મારા સાસુ-સસરા તેની દરેક જીદ પુરી કરે છે. મને આ ગમતું નથી.

Advertisement

હું માનું છું કે નાનપણમાં જો બાળકની આદત બગડી જાય તો એને સુધારવામાં બહુ સમય લાગે છે. હું મારી દીકરીને થોડી શિસ્તમાં રાખવાના પ્રયત્નો કરું છું. આથી તે મારી પાસે આવતી જ નથી. આ સંજોગોમાં શું કરવું એ મને સમજાતું નથી.

જવાબ.દરેક માતાની ઉછેર પદ્ધતિ એકબીજા કરતા અલગ હોય છે. કહેવાય છે ને કે વડીલોને સંતાનનું સંતાન અત્યંત લાડલું હોય છે અને એના પર પોતાના પ્રેમનો અભિષેક કરતા હોય છે. હવે જો માતા તરીકે તમને એમ લાગતું હોય કે તમારા સાસુ-સસરા વધારે લાડ કરીને તેને બગાડી રહ્યાં છે તો તમારે સત્તાવાહી શબ્દોમાં તેમને સૂચના આપવાને બદલે પ્રેમથી તમારો અભિગમ સમજાવાનો પ્રયાસ કરવો જોઇએ.

Advertisement

તમે જણાવ્યું છે કે તમે વર્કિંગ મધર છો એટલે તમારી દીકરી તમારાં સાસુ-સસરા સાથે વધારે સમય ગાળતી હોવાના કારણે તેનું બોન્ડિંગ તેમની સાથે વિશેષ હોય એ સ્વાભાવિક છે. આના કારણે તમારે ગુસ્સે થવાની કે અકળાઇ જવાની જરૂર નથી. તમારે આ વાતને હકારાત્મક રીતે વિચારવાની જરૂર છે. તમારે સમજવાની જરૂર છે કે તેઓ તમારી દીકરીનું ધ્યાન રાખે છે ત્યારે જ તમે તમારી કરિયર પર સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

જો તમારાં સાસુ-સસરા દીકરીની જવાબદારી ન ઉઠાવતા હોત તો તમારા માટે કામની સાથે દીકરીને સંભાળવાનું બહુ મુશ્કેલ સાબિત થાત અને એને કદાચ કોઇ ત્રાહિતના હાથમાં પણ સોંપવી પડતી. આ સંજોગોમાં તમને આખો દિવસ તેની ચિંતા સતાવત.જો તમે ઇચ્છતા હો કે તમારી દીકરી સાથે તમારું બોન્ડિંગ મજબૂત બને તો તમારી પુત્રી સાથે શક્ય હોય એટલો વધુ સમય પસાર કરો.

Advertisement

શિસ્ત ઉપરાંત તેને પ્રેમ પણ કરો. તેને ફરવા લઈ જાવ. તેની સાથે રમો. તમે તેના સારા માટે તેની સાથે કડક રીતે વર્તો છો એ સમજવા માટે તે હજુ ઘણી નાની છે. બળથી નહીં પણ કળથી કામ લો.

સવાલ.અમારા લગ્નને 5 વર્ષ થયા, હું પેહલા એકવાર ગર્ભવતી હતી ત્યારે મેં બાળક પડાવી નાંખ્યું કેમકે હું અને મારા પતિ ત્યારે નહોતા ઇચ્છતા,બીજું હાલ મેં ડોક્ટર જોડ બધી જ જાતની તપાસ કરાવી તો પણ બધા રિપોર્ટ નોર્મલ આવ્યા,પણ મને પ્રેગ્નન્સી નથી રહેતી,આ માટે હું શું કરું..
એક યુવતી અમદાવાદ

Advertisement

જવાબ.તમે નજીકના ગાયનેકોલોજિસ્ટને મળીને તમારી ફેલોપીયન ટ્યુબની પણ એકવાર તપાસ કરાવો અને મુજબ દવાઓ ચાલુ કરો.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite