અશોક પટેલે વરસાદને લઇને કરી મોટી આગાહી, 8 તારીખ સુધી રાજ્યમાં પડશે ભારેથી અતિભારે વરસાદ... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

અશોક પટેલે વરસાદને લઇને કરી મોટી આગાહી, 8 તારીખ સુધી રાજ્યમાં પડશે ભારેથી અતિભારે વરસાદ…

ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અહીં 8 ઈંચ વરસાદથી પાણી ભરાયા હતા. બેબનાસકાંઠાના દિયોદરમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાનશાસ્ત્રી અશોકભાઈ પટેલે આજથી 8મી સુધીની આગાહી કરતાં જણાવ્યું હતું કે, સપ્તાહના આ સમયગાળા દરમિયાન વરસાદના પરિબળો સારા રહેવાની શક્યતા છે. દરિયાઈ સ્તરનો ચોમાસાનો ટ્રેક દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધીનો છે.જે આજથી 8 દિવસમાં કેરળમાં ફેલાઈ જશે. તેમણે કહ્યું કે ગુજરાતમાં 8મી સુધી બે રાઉન્ડ વરસાદની શક્યતા છે. અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદની અપેક્ષા છે.

Advertisement

આ ઉપરાંત મધ્ય અને પશ્ચિમ અરબી સમુદ્ર પર 3.1 કિમીથી 5.8 કિમીના સ્તર સાથેનું અપર સાયક્લોનિક સરક્યુલેશન રચાયું છે. આ ટ્રેકને ગુજરાતથી રાજસ્થાન સુધી લંબાવવામાં આવશે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની પણ અપેક્ષા છે.

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Advertisement

કાલે સુરત, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.ચોમાસાના પવનો સક્રિય થયા બાદ 48 કલાકમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે અને 5મી જુલાઈ 2022ના રોજ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં પવનની ઝડપ 50 થી 65 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જે 70 કિમી સુધી પહોંચી શકે છે.

Advertisement

5 જુલાઈએ પણ ભારે વરસાદની સંભાવના છે. આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓ એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite