કળિયુગ ના અંત પહેલા શું થશે? શું મનુષ્યો જાનવરો સાથે આવું કામ કરશે?જાણો આ પ્રાચીન ભવિષ્યવાણી વિશે.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

કળિયુગ ના અંત પહેલા શું થશે? શું મનુષ્યો જાનવરો સાથે આવું કામ કરશે?જાણો આ પ્રાચીન ભવિષ્યવાણી વિશે….

આપણા શાસ્ત્રોમાં ચાર યુગનું વર્ણન કરવામાં આવ્યું છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. તેમાંથી હાલ કળિયુગ ચાલી રહ્યો દ્વાપર યુગમાં મહાભારતનું યુદ્ધ પૂરુ થયા બાદ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા નગરી પરત આવી ગયા હતા. બાદમાં તેઓ થોડા સમય માટે દ્વારિકામાં રહ્યા અને વૈકુંઠ ધામ પરત ફર્યા હતા. એવું કહેવામાં આવે છે કે, કળિયુગની શરૂઆત 3102 ઇસાપૂર્વ થઈ હતી.

કળીયુગના અંતનું વર્ણન શ્રીમદ્ ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણમાં જોવા મળે છે. કળિયુગમાં ભગવાન કલ્કીનો અવતાર આવશે, જે પાપીઓને નષ્ટ કરશે અને ફરીથી સુવર્ણ સતયુગની સ્થાપના કરશે. કલિયુગ અને કલ્કી અવતારના અંતને લગતા અન્ય પુરાણોમાં પણ તેનું વર્ણન મળે છે.

Advertisement

એટલે કે લગભગ 5 હજાર વર્ષ પહેલા કળિયુગની શરૂઆત થઈ હતી.શાસ્ત્રો અનુસાર ચાર યુગમાં કળિયુગનું આયુષ્ય સૌથી ઓછું એટલે કે 4,32,000 વર્ષ છે. હાલ કળિયુગનું આયુષ્ય લગભગ 5 હજાર વર્ષ જેટલું થયું છે, એટલે કે હજુ કળિયુગ પુરો થવામાં 4,27,000 વર્ષ બાકી છે. હાલ કળિયુગ તેના પ્રથમ ચરણમાં છે. કળિયુગના અંત એટલો ભયજનક છે કે, જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ.

કળિયુગના અંતનો સમય નિકટ આવશે ત્યારે માનવીનું આયુષ્ય ફકત 20 વર્ષ જેટલું જ રહેશે. આ પૃથ્વી પર વસવાટ કરતા તમામ પશુઓ પક્ષીઓ તથા જીવજંતુઓનો વિનાશ થઈ જશે અને તે પાછળનું કારણ પણ મનુષ્ય જ હશે. કળિયુગના અંતિમ સમયગાળામાં માનવી અને પશુમાં કોઈ પ્રકારનું અંતર રહેશે નહી.

Advertisement

કળીયુગના અંતિમ સમયે વ્યક્તિ 16 વર્ષની વયે વૃદ્ધ થઈ જશે તથા 20 વર્ષની આયુએ તેનું મૃત્યુ થશે. આ પૃથ્વીનો વિ-નાશ કોઈ પ્રલય વાવાઝોડું, ભૂકંપ વગેરે જેવી પ્રાકૃતિક આફતોના કારણે નહી પરંતુ, વધતા જતા ગરમીના પ્રમાણ ને લીધે થશે.

કળિયુગના અંતમાં કેવી હશે દુર્દશા : કળિયુગના અંતમાં મનુષ્ય સરેરાશ આયુષ્ય 20 વર્ષ હશે. સ્ત્રી પાંચ વર્ષની ઉંમરે ગર્ભવતી થઈ જશે. લોકો 16 વર્ષમાં વૃદ્ધ થશે અને 20 વર્ષમાં મરી જશે બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં એક સમય એવો આવશે જ્યારે જીવંત પ્રાણીઓના શરીર નાના, નબળા અને રોગગ્રસ્ત બનવાનું શરૂ થશે.

Advertisement

કળિયુગના પૂર્ણ થવાના સમય સુધીમાં પૃથ્વી પર ગરમીનું પ્રમાણ એ હદ સુધી વધી જશે કે, લોકો માટે સહન કરવું અશકય બનશે આ રીતે થશે કલયુગ નો અંત બ્રહ્મપુરાણમાં, કળિયુગની અવધિ 4,32,000 વર્ષ કહેવામાં આવી છે, જેમાં મનુષ્યની ઉંમર ઓછામાં ઓછી 100 વર્ષ હશે. આ સિવાય જો આપણે મનુષ્યની લંબાઈ વિશે વાત કરીશું તો તેમની લંબાઈ ઓછામાં ઓછી 5.5 ફૂટ હશે.

જેમ જેમ કલયુગનો અંત નજીક આવશે તેમ માનવ જાતિનો અંત આવશે લોકો એકબીજા પ્રત્યે દુ-શ્મનાવવા માંડશે અને એકબીજાને મારવા માંડશે. કલિયુગના અંત સુધીમાં, માણસની ઉંમર ફક્ત 13 વર્ષ હશે અને તેની લંબાઈ ફક્ત 4 ઇંચની હશે. આ સમયે, સ્ત્રીઓનો સ્વભાવ પણ ખૂબ કઠોર બનશે. ફક્ત શ્રીમંત લોકો જ સ્ત્રીઓ સાથે રહેશે. માનવીય સ્વભાવ વિશે વાત કરતાં, તેનો સ્વભાવ ગધેડા જેવો થઈ જશે પુરાણો અનુસાર, પૃથ્વી પર કલ્કી અવતારનો પણ ઉલ્લેખ છે.

Advertisement

એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પૃથ્વી પાપના ભાર હેઠળ દબાઇ જશે અને આ પૃથ્વી પર અપાર પાપ થશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કીના અવતાર સાથે પૃથ્વી પર આવશે અને આ પૃથ્વીને પાપીઓથી મુક્ત કરશે આ પછી જ સતયુગ ફરી શરૂ થશે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite