દુનિયાના સૌથી અમીર પહાડ વિષે, જે બનેલ છે ચાંદીથી જાણો,..

0
16

રહસ્યમયી જગ્યાઓ અને બીજું ઘણું બધું અમે તમને જણાવી ચુક્યા છીએ. પણ આજે અમે કઈક નવું જ જણાવશું. જેણે જાણીને વાસ્તવમાં તમને મજા આવશે. આજે અમે તમને દુનિયાના એક એવા પહાડ વિષે જણાવવાના છીએ જેણે દુનિયાનો સૌથી ‘અમીર પહાડ’ માનવામાં આવે છે. ખરેખર, આ પહાડમાં વર્ષોથી અઢળક ‘ચાંદી’ મળે છે. આ પહાડ ‘બોલિવિયા’ માં આવેલ છે.

જોકે, દક્ષીણ અમેરિકાના બોલિવિયા ની ઓળખાણ પણ ચાંદીના આ પહાડને કારણે જ થાય છે. આ પહાડનું નામ ‘સેરે રિકો’ છે. બોલિવિયા ની રાજધાની ‘પોતોસી’ માં આવેલ પહાડમાં ૧.૨૨ અરબ ટન ચાંદીની ખનીજ સંપત્તિ છે. પોતોસી ૪૦૯૦ મીટરની ઊંચાઈએ આવેલ દુનિયાનો ઉંચો પહાડ પણ છે.

ચાંદી આપતા આ પહાડમાં ખોદકામ દરમિયાન આજ સુધી લાખો લોકોનો જીવ પણ ગયો છે. આ પહાડ લગભગ ૯૦ કિલોમીટર જેવા શાનદાન એરિયામાં ફેલાયેલ છે. આ પહાડ ટુરીસ્ટ લોકો માટે પણ ખોલવામાં આવ્યો છે. પણ લોકો આને બહારથી જ જોઈ શકે છે. આની અંદર કામ કરતા કર્મચારીઓ સિવાઈ કોઈને જવાની અનુમતિ નથી.

પહાડની અંદર ટનલ બનાવવા માટે આમાં સેકડો કિલો ડાયનેમાઇટ (વિસ્ફોટ પદાર્થ) પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ૮ હજાર જેટલા કર્મચારીઓ કામ કરે છે. સિલ્વરના પહાડમાં ચાંદી સિવાય અન્ય ધાતુઓ પણ ખોદકામ દ્વારા નીકળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here