હવામાં લટકે છે આ મંદિરના 70 પિલર, જાણો ક્યાં છે આ મંદિર…

લેપાક્ષી મંદિરના ઝૂલતા પિલર્સ દુનિયા માટે આજે પણ મિસ્ટ્રી છે. આંઘ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલું લેપાક્ષી મંદિર હેંગિગ પિલર્સ (હવામાં ઝૂલતા પિલર) માટે આખી દુનિયામાં ફેમસ છે. આ મંદિરના 70થી વધારે પિલર કોઈપણ આધાર વિના હવામાં સ્થિર રહીને મંદિરને સાચવે છે. આ મંદિરના આ અનોખ પિલર અહીં આવનારા દર્શનાર્થી અને પ્રવાસીઓ માટે એક મોટી મિસ્ટ્રી છે. મંદિરમાં આવતા ભક્તજનોનું કહેવું છે કે આ પિલરની નીચેથી કપડું પસાર કરવામાં આવે તો સુખ અને સમૃદ્ધીન પ્રાપ્તિ થાય છે. તમને આ ભારતના મિસ્ટિરિયસ પ્લેસ વિશે માહિતી આપે છે.


મંદિરનું નામ લેપાક્ષી હોવા પાછળ એક ઇતિહાસ જોડાયેલો છે. વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામ અને માતા સીતા અહીં આવ્યાં હતા. રાવણ જ્યારે સીતાજીનું હરણ કરીને લંકા જઈ રહ્યાં હતા ત્યારે જટાયૂ( એક પક્ષી)એ તેની સાથે યુદ્ધ કર્યું. જેમાં ઘાયલ થયેલો જટાયૂ બરાબર આ જ સ્થળે ઘાયલ થઈને પડ્યો. એ પછી જ્યારે ભગવાન માતાની શોધમાં નીકળ્યાં ત્યારે તેઓ ‘લે પાક્ષી’ બોલીને જટાયૂને ગળે મળ્યાં હતા. ‘લે પાક્ષી’ એક ઉર્દુ શબ્દ છે જેનો અર્થ થાય છે, ‘ઉઠો પક્ષી’.અંગ્રેજોએ રહસ્ય જાણવા માટે કર્યા હતા નિષ્ફળ પ્રયત્ન.

16મી સદીમાં બનેલા આ મંદિરના રહસ્યને જાણવા માટે અંગ્રેજોએ આને શિફ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમને સફળતા નહોતી મળી. આ એન્જિનિયરે મંદિરની બાંધણીના રહસ્યને જાણવા તેને તોડવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે બધા જ પિલર હવામાં ઝૂલે છે. આ મંદિરને ઇ.સ. 1583માં વિજયનગરના રાજા માટે કામ કરતાં બે ભાઈઓ (વિરુપન્ના અને વીરન્ના) એ બનાવ્યું હતું. એ જ પૌરાણિક માન્યતાઓ કહે છે કે આ મંદિર ઋષિ અગસ્તએ બનાવ્યું હતું.

  • લેપાક્ષી મંદિરમાં ઘણી ખાસ વાતો છે

આ મંદિરનું નિર્માણ 16મી સદીમાં કરવામાં આવ્યું છે. આ મંદિર ભગવાન શિવ, વિષ્ણુ અને વીરભદ્ર માટે બનાવાયું છે. અહીં આ ત્રણેય દેવતાઓના અલગ અલગ મંદિર આવેલા છે. એ જ રીતે મંદિરના પરિસરમાં નાગલિંગની ભવ્ય મૂર્તિ છે, જે માત્ર એક જ પથ્થરથી બનેલી છે. આ મૂર્તિને ભારતની સૌથી મોટી મૂર્તિ હોવાનું માનવામાં આવે છે. કાળા ગ્રેનાઈટ પથ્થરથી બનેલી આ મૂર્તિમાં શિવલિંગની ઉપર સાતે ફેણવાળો નાગ બેઠો છે. બીજી તરફ મંદિરમાં રામ પદમ છે, જો કે કેટલાક લોકોનું માનવું છે કે આ પદ ચિહન સીતાજીના પગના છે.

  • આંધ્ર પર્દેશનું લેપાક્ષી મંદિર

આ મંદિરમાં છે દેશની સૌથી મોટી નાગ દેવતાની મૂર્તિ .લેપાક્ષી મંદિરમાં 70 ઝૂલતા પિલર છે, જેનું રહસ્ય અંગ્રેજો પણ નહોતા શોધી શક્યાં. પરિસરમાં એક જ પથ્થરમાંથી બનેલી દેશની સૌથી મોટી નંદીની પ્રતિમા છે. અહીં ભગવાન શ્રીરામ પગના ચિહ્નો પણ છે. મંદિરના હેંગિગ પિલરની નીચેની લોકો કપડું પસાર કરે છે. આનાથી ભાગ્ય ખુલે એવી માન્યતા છે.

About the author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *