હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે પડી શકે છે ભારે વરસાદ.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Gujarat News

હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે પડી શકે છે ભારે વરસાદ….

ગુજરાતમાં ચોમાસું ભલે મોડું અને ધીમુ પોહાચ્યું છે, પરંતુ આગામી દિવસોમાં મુશળધાર વરસાદ પડશે. ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જારી રહ્યો છે.

જૂનના અંતમાં વરસાદ પડે છે. મહિનાની શરૂઆત અને મધ્ય ખાલી રહેશે, પરંતુ ચોમાસું મહિનાના અંતમાં જમાવટ કરશે. બદલાતા હવામાન વચ્ચે ગુજરાતના નકશા પર સૌરાષ્ટ્રની ટોચ પર વાદળોનું ઝુંડ દેખાય છે. રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. પરંતુ હજુ પણ ઘણા જિલ્લા કોરડાકોર છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં હજુ ચોમાસુ આગળ વધ્યું નથી. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, તાપી, ડાંગમાં આજે છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

Advertisement

મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, ખેડા, અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં હળવા વરસાદની અપેક્ષા છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને મોરબી સહિત સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

કચ્છના વિસ્તારોમાં જ્યાં સામાન્ય વરસાદ પડશે ત્યાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 24 અને 25 જૂને ભારે વરસાદની સંભાવના છે. જેમાં સુરત, વલસાડ, નવસારી માટે આગાહી કરવામાં આવી છે. તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. પરંતુ અમદાવાદવાસીઓને ગરમીથી રાહત મળશે. અમદાવાદમાં પણ આ દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. તેથી સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

Advertisement

જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વચ્ચે NDRFની ટીમ નવસારીમાં તૈનાત કરવામાં આવી છે. વડોદરા બટાલિયનની 21 સભ્યોની ટીમ નવસારી પહોંચી છે. એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય પર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ માટે એનડીઆરએફ દ્વારા પૂરના વિસ્તારોનો સર્વે કરવામાં આવશે. NDRFની ટીમ ચોમાસા દરમિયાન કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સજ્જ છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતના 45થી વધુ તાલુકાઓમાં ભરે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જાણે કે ગુજરાતને મિની વાવાઝોડું ઘમરોળતું હોય તેવા દ્રશ્યો વિવિધ જિલ્લાઓમાંથી સામે આવ્યા.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite