હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી મોટી આગાહી, ઘરની બહાર નીકળતા પહેલા જરૂર વાંચી લે જો આ આગાહી…
ગુજરાતમાં જૂન મહિનામાં મેઘરાજા ખુબજ વરસ્યા છે. રાજ્યમાં પડતો મોટા ભાગનો વરસાદ જુલાઈમાં પૂરો થવાની ધારણા છે. આણંદ અને બોરસદમાં છેલ્લા 24 કલાકમાં અસર જોવા મળી છે. અને અહીં મેઘરાજાએ જોરદાર વરસાદ વરસાવ્યો હતો.
રાજ્યમાં હજુ પણ વરસાદની સંભાવના છે.ત્યારે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે માનવ જીવન ખોરવાયું હતું. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં 10 થી 15 જુલાઈ દરમિયાન વરસાદની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જુલાઈ મહિનામાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની હવામાન આગાહી મુજબ રાજ્યમાં 10 થી 15 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલના જણાવ્યા અનુસાર 10 જુલાઈથી રાજ્યોમાં ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ જશે અને 15 જુલાઈ સુધીમાં નદી-ખાડી પાણીથી ભરાઈ જશે. આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની પણ સંભાવના છે.અંબાલાલ પટેલનો અંદાજ છે કે જો આ વરસાદી સિસ્ટમ સક્રિય થશે, તો તે ગુજરાતમાં વરસાદ લાવશે. દરમિયાન વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી હજુ યથાવત છે પરંતુ વધુ એક વરસાદની આગાહી આવી રહી છે.
આજે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અડધો ઇંચ વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં વરસાદ હવામાન વિભાગે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અડધા ઈંચ સુધી વરસાદની આગાહી કરી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સરક્યુલેશન બાદ ભારે વરસાદ પડશે. આથી અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
રાજ્યના 50 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં 28 તાલુકા એવા છે જ્યાં બે ઈંચથી વધુ મેઘમહેર થઇ છે. જુનાગઢના માણાવદરમાં ચાર કલાકમાં ચાર ઈંચ સહિત કુલ સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે દિવસ દરમિયાન રાજ્યના 178 તાલુકામાં મેઘમહેર થઇ છે. રાજ્યમાં અત્યારસુધી 4.02 ઈંચ સાથે મોસમનો સરેરાશ 12 ટકા વરસાદ નોંધાયો છે.