હું 25 વર્ષની યુવતી છું, મારો બોયફ્રેન્ડ લગ્ન પહેલા મારી સાથે સે@ક્સ કરવા માંગે છે, શું કરું?…
સવાલ.હું એક એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થી છું. હું કોઈપણ છોેકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, જાત પર કાબૂ રાખી જ શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે. મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ પણ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો.
જવાબ.દરેક વ્યક્તિમાં સેક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે. તે માટેની કોઈ જ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો.
તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય. ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ પણ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો.
સવાલ.મારી એક સહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે. અમે બંને કાયમ સાથે રહેલા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરે છે. શું કરવું?.
જવાબ.તમારું વ્યક્તિત્વ ભલે ગમે તેવું હોય, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે યુવતી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી બહેનપણીઓ સાથે રાખતાં હો એવો જ સંબંધ રાખો. સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જતું જ હોય છે.
સવાલ.હુ એક નોકરી કરતી પરિણીતા છું. દેખાવમાં પણ સુંદર અને સ્માર્ટ છું. મારું દામ્પત્યજીવન સુખમય છે. મારું કુટુંબ સમૃદ્ધ છે. સામાન્ય રીતે હું બહુ ઓછા લોકો સાથે હળીમળી શકું છું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મારા નવા ઓફિસર, જે આધેડ વયના હોવા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે.
તેમના પ્રત્યે એટલી બધી આકર્ષાઈ છું કે પહેલાં ઈશારાથી અને પછી શાબ્દિક રીતે મારી લાગીણી મેં વ્યક્ત કરી છે. એમને જોયા વિના એક દિવસ પણ રહેવાતું નથી. અમારી વચ્ચે ચુંબનનું આદાનપ્રદાન પણ થાય છે, પરંતુ હું મર્યાદામાં રહેલા ઈચ્છું છું. હું કંઈ અનૈતિક તો નથી કરી રહી ને?
જવાબ.તમારું દામ્પત્યજીવન સુખમય હોવા છતાં તમે પરપુરુષ પ્રત્યે આકર્ષાયા છો એટલું જ નહીં, તમારી લાગણીને દબાવવાને બદલે તમે એમને શાબ્દિક અભિવ્યક્તિ દ્વારા સામેથી આમંત્રણ આપ્યું છે. એક પરિણીતા સ્ત્રી, જેનો પતિ એને અનહદ ચાહે છે, તેના માટે આવું વર્તન શોભાસ્પદ નથી. તમે જો ખરેખર મર્યાદામાં રહેવા ઈચ્છતાં હો, તો તમારા અધિકારી સાથેના સંબંધ ન રાખો. તમે નોકરી કરવા ઓફિસે જાવ છો, એટલે તમારા કામ પ્રત્યે વધુ ધ્યાન આપો, તે જ વધારે સારું રહેશે.
સવાલ.મારી ઉંમર 21 વર્ષ છે. છેલ્લા ઘણા સમયથી મેં માર્ક કર્યું છે કે મને સ્ત્રીઓમાં રસ નથી રહ્યો. હું મારી સાથે ભણતી છોકરીઓને જોઇને કે તેમના વિચારો કરીને ઉત્તેજિત નથી થતો. હું પોર્ન ફિલ્મો જોઉં છું તો પણ ઉત્તેજના નથી થતી, તેનાથી તદ્દન ઊલટું મને દેખાવડા છોકરાઓ જોઇને ઉત્તેજના થાય છે, તેમને અડવાનું, તેમની સાથે શારી-રિક સંબંધ બનાવવાનું મન થાય છે.
મારામાં આવેલા આ બદલાવને હું સમજી તો ગયો છું, પણ સમાજની દ્રષ્ટિએ સાચું નથી, મને ડર લાગે છે. ઘરમાં પણ લોકો મને આવા રૂપે નહીં સ્વીકારે. મને એવી કોઇ દવા જણાવશો જેનાથી મારી આ તકલીફ દૂર થાય.
જવાબ.આ કોઇ સમસ્યા નથી. તમે નાહકના ગભરાવ છો, અલબત્ત, સમાજમાં પહેલાં આ વાતને સ્વીકારાતી નહોતી, પણ ધીરેધીરે લોકો આ હકીકત સ્વીકારતાં થયા છે. આ જિનેટિક હોય છે. ગે હોવું એ કોઇ બીમારી નથી કે જેની દવા બજારમાં મળતી હોય. માટે તમે વધારે વિચાર ન કરો. તમે જેવા છો તે જ સ્વરૂપે તમારી જાતને સ્વીકારો, જો તમે સ્વીકારશો તો દુનિયા પણ તમને સ્વીકારશે જ.
સવાલ.મારી ઉંમર 23 વર્ષ છે. મારી સમસ્યા અટપટી છે. મારે બ્રેસ્ટની સાઇઝ નાનીમોટી છે. મારી ડાબી તરફની બ્રેસ્ટ જમણી બ્રેસ્ટ કરતાં થોડી નાની છે. હું અરીસા સામે ઊભી રહીને જોવું તો તે સ્પષ્ટપણે દેખાય છે. મને આ કારણે ડર લાગે છે.
મારા ભાવિ પતિને આ વિશે ખબર પડશે તો તેઓ શું વિચારશે? તેમને હું નહીં ગમું તો?મને કોઇ દવા જણાવશો જેને લગાવવાથી એક બ્રેસ્ટ જે નાની છે તે સરખી થઇ જાય.
જવાબ.બહેન, તમારી જેમ જ ઘણીખરી છોકરીઓને આ સમસ્યા સતાવતી હોય છે. ઘણી સ્ત્રીઓને બંને બ્રેસ્ટની સાઇઝ નાનીમોટી હોય છે. આ કોઇ સમસ્યા નથી. તમે આવનાર સમયની ચિંતા ન કરો, રહી વાત દવાની તો એવી દવા હજી સુધી નથી બની જે સાઇઝને વધારી શકે. તમે છાપાંમાં કે ટીવીમાં જાહેરખબર જોતા હશો પણ આ જાહેરખબરમાં તથ્ય નથી હોતું. આવાં ક્રીમ બહુ પરિણામ નથી આપતાં. માટે આવાં ક્રીમ પાછળ કે દવા પાછળ પૈસા ખર્ચવાનો કોઈ મતલબ નથી.
સવાલ.મારી ઉંમર 17 વર્ષ છે. મારા ઘર નજીક રહેતા એક છોકરા સાથે મારે રિલેશન છે. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તેણે હમણાં થોડા સમય પહેલાં મને કિસ કરી હતી. આ અમારી પહેલી કિસ હતી. પણ તેણે કિસ કરી તે પછીથી મારી વજાઇનામાંથી પાણી નીકળ્યું હતું, એટલું જ નહીં મને પગ પણ દુઃખવા લાગ્યા હતા. મારે જાણવું છે કે આવું કેમ થયું હશે?
જવાબ.વિજાતીય આકર્ષણ થાય અને ગમતી વ્યક્તિ અડે ત્યારે ઉત્તેજના થાય જ. આ ઉંમરે આ આકર્ષણ ઘણું હોય. તેવા સમયે વિજાતીય સ્પર્શ ખૂબ જ રોમાંચક લાગતો હોય છે. તે સ્પર્શના કારણે તમને રોમાંચ થયો હશે, આ નિકટતાને કારણે વજાઇના વેટ થઇ હોય, આ વિશે ગભરાવાની જરૂર નથી. તે વેટ થવાને કારણે જ પગમાં દુઃખાવો થયો છે.
આવું થવું સામાન્ય છે, પણ લગ્ન પહેલાં અને આ ઉંમરે આ રીતે નિકટતા કેળવવી યોગ્ય નથી, માટે હાલ ભણવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. સારા સારા પુસ્તકો વાંચો, મન આર્ટ ઉપર કેન્દ્રિત કરો, હાલ આ વિચારો કરવા યોગ્ય નથી, મારી સલાહ તમને આ જ રહેશે.
સવાલ.મારી ઉંમર 25 વર્ષ છે. હું એક છોકરાને પ્રેમ કરું છું, તે પણ મને કરે છે. તે મને અવારનવાર શારી-રિક સંબંધ બનાવવાનો ફોર્સ કરે છે. અમારે એકબીજા સાથે લગ્ન તો કરવાનાં છે તે નક્કી છે તેમ છતાં મને ડર લાગે છે. મને તેની સાથે સંબંધ બનાવવાની ઇચ્છા તો છે પણ બે વાતનો ડર છે.
એક તો પહેલાં હું ઘણી જાડી હતી, મેં ડાયટ કરીને વજન ઉતાર્યું હતું, વજન ઊતરી ગયા બાદ પગ ઉપર સાથળના ભાગમાં સ્ટ્રેચમાર્ક્સ છે. આ સ્ટ્રેચમાર્ક્સ જો તે જોશે તો તેને નહીં ગમે તો, એ વાતનો ડર છે. બીજી વાત લગ્ન પહેલાં સંબંધ બાંધવામાં કદાચ ગર્ભ રહી જશે તો એ વાતનો ડર છે. મારે શું કરવું જોઇએ? અને સૌપ્રથમ મને સાથળના સ્ટ્રેચમાર્ક્સ દૂર કરવાની કોઇ દવા બતાવશો.
જવાબ.તમારો ડર સાચો છે, લગ્ન પહેલાં શારી-રિક સંબંધ બાંધવો સેફ નથી. તેમાં ગર્ભ રહી જવાનો ભય રહે છે. માટે તમારો એ ડર વાજબી છે. રહી વાત સાથળના સ્ટ્રેચમાર્ક્સની તો તમે ડાયટથી વજન ઘટાડો એટલે સાથળની તંગ થયેલી ચામડી શિથિલ થતી હોય છે. એ ચામડી શિથિલ થવાથી ત્યાં સ્ટ્રેચમાર્ક્સ થતા હોય છે.
તેને દૂર કરવા તમારે કસરત કરવી પડશે, કસરત કરશો તો શિથિલ થયેલી ચામડી તંગ થશે જેને કારણે સ્ટ્રેચમાર્ક્સ દૂર થશે. બીજી વાત કે જો તમારા બોયફ્રેન્ડને તમારા માટે ખરી લાગણી હશે તો તમારા સ્ટ્રેચમાર્ક્સથી તેની લાગણીમાં સહેજ પણ ઓટ નહીં આવે.