હું 26 વર્ષનો યુવક છું ટૂંક સમયમાં મારાં લગ્ન થવાનાં છે, હું મારી પત્નીને ખુશ રાખવા ઇચ્છું છું તો આ માટે મારે શું કરવું જોઇએ?…
સવાલ.મને એક વિચિત્ર સમસ્યા છે. મારા પતિ સાથે સંભોગ કરતી વખતે, હું તેના મિત્ર વિશે વિચારુ છું જે ખૂબ જ સુંદર દેખાઇ છે અને આ સમય દરમિયાન, જો મારા પતિ મારી સાથે વાત કરે છે, તો હું ખલેલ પાડીશ, કારણ કે હું ફરીથી તેના મિત્ર વિશે વિચારી શકતી નથી.જે મને અસંતોષ આપે છે તો શું મારે મારા પતિને આ વિશે કહેવું જોઈએ?
જવાબ.તે સાચું છે કે પતિ-પત્ની વચ્ચે કોઈ પડદો ન હોવો જોઈએ પરંતુ કેટલીક જગ્યાએ સંબંધોમાં મૌન રહેવું જરૂરી છે તમે બંને જાતીય જીવનનો આનંદ માણી રહ્યા છો અને આવી રીતે.તમારું સત્ય કહેવાથી સંબંધોમાં ખલેલ પડી શકે છે.
અને તમે તમારા પતિને કહી શકો છો કે જ્યારે તે બોલતું નથી તો તમે વધુ આનંદ કરો છો બીજી તરફ, તમારે પતિના મિત્રને બદલે પતિ માટે તમારી કલ્પનાઓ પણ કરવી પડશે કારણ કે ભવિષ્યમાં સંબંધને મજબૂત બનાવવો જરૂરી છે.
સવાલ.હું એક વિદ્યાર્થિની છું. મારા ઘરનું વાતાવરણ એવું પણ નથી કે હું કોઈની સાથે મોકળા મને વાત કરી શકું. મારા મનમાં સે@ક્સ વિષે કેટલીક જિજ્ઞાાસાઓ છે, જેના વિશે આજે હું તમારી પાસેથી જાણવા માગું છું.શું શારી-રિક સંબંધ બાંધતી વખતે સ્ત્રીને કોઈ તકલીફ કે ખુબજ પીડા થાય છે?કોઈ સ્ત્રી કેવી રીતે સગર્ભા બને છે? જો કો-ન્ડોમ વાપરવામાં આવે તો શું આ સ્થિતિથી બચી પણ શકાય છે?
જવાબ.અમારી આ કોલમમાં લગભગ દરેક લેખમાં સામાન્ય શરીર વિજ્ઞાન અને સે@ક્સ વિશે ઉપયોગી જાણકારી આવતી જ રહેતી હોય છે. એનો લાભ તમે પણ લઈ શકો છો. છતાં પણ તમારા સવાલોના જવાબ ક્રમ પ્રમાણે અહીં પ્રસ્તુત કર્યા છે.
સામાન્ય રીતે સમા-ગમ ન તો સ્ત્રી કે ન તો પુરુષ માટે પીડાદાયક કે તકલીફદાયક હોય છે. આ મિલન તો બંને માટે સુખદ અને આનંદદાયક જ હોય છે. શરત એટલી કે બંને ખરા દિલથી તે સંબંધ બાંધતા હોય તો.
ફક્ત પ્રથમ સમાગમ વખતે યુનિચ્છેદના તૂટવાના સમયે સ્ત્રીને થોડી તકલીફ જરૂર થાય છે, પરંતુ ધીરજ અને પ્રેમથી મિલન બહુ જલદી સહજ, સરળ અને વિધ્ન વગરનું પણ થઈ જાય છે.માસિકધર્મની શરૂઆતથી માંડીને રજોનિવૃત્તિ થાય ત્યાં સુધી દર મહિને સ્ત્રીનાં અંડાશયમાં એક કે એથી વધારે બીજ બને છે અને તે છૂટું પણ પડે છે.આ બીજ માસિકચક્રના મધ્ય સમય દરમિયાન છૂટું પડે છે.
એ દિવસોમાં સમા-ગમ કરવાથી પુરુષના વીર્યમાંના શુક્ણુઓનિં સ્ત્રીના બીજ સાથે મિલન થાય છે. એ દરમિયાન શુક્ણુઓ દ્વારા ભેદીને તેમાંથી છૂટું પડેલું બીજ જ ગર્ભ ધારણ કરવા સક્ષમ હોય છે, જે ગર્ભાશયમાં પોતાનું સ્થાન સ્થાપિત કરી લે છે.
અને પછી ધીમે ધીમે વિકસિત પણ થાય છે.પુરુષ સાથી કો-ન્ડોમનો ઉપયોગ કરે એટલે એનું વીર્ય કો-ન્ડોમની થેલીમાં જ રહી જાય છે. જેથી ગર્ભ નથી રહેતો. કો-ન્ડોમનો ઉપયોગ ગર્ભનિરોધક તરીકે જ થાય છે. સમાગમ વખતે પૂરેપૂરો સંતોષ મળે એટલા માટે એને ચીકાશવાળું પણ બનાવાય છે. જોકે તે સમા-ગમમાં કોઈ પણ રીતે મદદરૂપ નથી હોતું.
સવાલ.ત્રણ વર્ષ પહેલાં મારા દીકરાના જન્મ વખતે મારું સિઝેરિયન ઓપરેશન કરાયું હતું. અને એના એક વર્ષ પછી ગર્ભ રહી જવાથી મારે ડી.એન્ડ.સી. કરાવવું પડયું હતું બસ, ત્યારથી મારું પેટ અને નિતંબ ખૂબ વધી ગયા છે. આથી શરીર બહુ બેડોળ લાગે છે.
સિઝેરિયન થયું હતું એટલે ક્યાંક કંઈ નુકસાન ન થઈ જાય એ બીકે વ્યાયામ પણ નથી કરતી. તમે જ કહો કે શું યોગ અને વ્યાયામ મારા માટે ઉચિત રહેશે? મારો દીકરો પણ બહુ દૂબળો-પાતળો છે, એને જાડો કરવા માટે કોઈ ટોનિક કે મિલ્ક પાઉડરનું નામ સૂચવો.
જવાબ.આ પત્ર તમે અમને થોડા સમય પહેલા લખ્યો હોત તો સારું થાત. પેટના કોઈ પણ ઓપરેશન પછી જો કોઈ મુશ્કેલી ઊભી ન થાય તો ત્રણથી છ મહિના પછી દરેક પ્રકારનું મહેનતવાળું કામ કરી શકાય છે. જો તમે પહેલેથી જ યોગ અને વ્યાયામ શરૂ કરી દીધાં હોત અને ખાવા-પીવામાં ધ્યાન પણ રાખ્યું હોત તો શરીર આટલું ફૂલી ન ગયું હોત.હવે તમે વ્યાયામની સાથે સાથે ખાવા-પીવામાં પણ ધ્યાન રાખો.
તળેલી ચીજો, ઘી-માખણ, મલાઈવાળી ચીજો, સ્નેક્સ, ફાસ્ટફુડને ન ખાવા. લીલાં શાકભાજી, સલાડ અને ફળ ખાશો તો શરીર સ્ફૂર્તિનું બનશે.તમારો દીકરો દૂબળો છે એની ચિંતા ન કરો. જો તે બરાબર દોડતો કૂદતો હોય, હસતો-રમતો હોય અને ખાતો-પીતો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ ટોનિક કે મિલ્ક પાઉડર એને જાડો નહીં કરે.
સવાલ.મારી સમસ્યા એ છે કે મારા હજી એક મહિના પહેલાં જ લગ્ન થયાં છે. મને એવું લાગે છે કે હું પ્રેગ્નન્ટ થઇ ગઇ છું. હું હમણાં મા બનવા માગતી નથી તો મહેરબાની કરીને ગર્ભ ન રહે માટે જરૂરી દવા કે સલાહ આપશો.
જવાબ.સૌ પ્રથમ આપ મહિનો પુરો થાય તેની રાહ જોવો. અને જો દસ એક દિવસ ઉપર ચઢી ગયા હોય અને પિરિયડ્સમાં ન થાવ તો પેશાબની તપાસ કરાવી લો. જો એમાં પ્રેગ્નન્સી રહેલ હોય તો ડોક્ટરની સલાહ મુજબ દવા લો.આ માટે ડોક્ટરની રૂબરૂ મુલાકાત લેવી જરૂરી છે. અત્યારે કોઇ જ દવા ના લેવી જોઇએ. ગર્ભ ન રહે તે માટેની દવા સમાગમના 72 કલાકની અંદર લેવાની હોય છે.
પણ હવે તે સમય જતો રહ્યો છે.આ દવાને ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટીવ કહેવામાં આવે છે. તેથી અત્યારે આ દવા લેવાથી કોઇ જ ફાયદો થશે નહી. જો તમે હમણાં માતા ન બનવા ઇચ્છતા હો તો ભવિષ્યમાં સમાગમ વખતે તમારા માટે નિરોધનો પ્રયોગ ઉતમ રહેશે.તેનાથી ગર્ભ રહેવાની શક્યતા 99% રહેતી નથી.
સાથે સાથે જાતીય બીમારીઓથી પણ રક્ષણ મળશે. જો આપનાં લગ્ન થઇ ગયા હોય તો આ પતિ પત્ની સાથે મળીને કોઇ એક નિર્ણય પર આવી શકો છે.મારા મત મુજબ આપ ત્રણ કે પાંચ વર્ષ જે સમય માટે આપ મા બનવા નથી માગતા તેટલા સમય મર્યાદાની કોપર-ટી પહેરી શકો છો અથવા તો આપનાં પતિ કોન્ડોમનો પ્રયોગ કરે તો આપ બંને માટે સુરક્ષિત વિકલ્પ છે.
સવાલ.હું 26 વર્ષનો યુવક છું અને ટૂંક સમયમાં જ મારાં લગ્ન થવાનાં છે. હું હંમેશાં મારી પત્નીને ખુશ રાખવા ઇચ્છું છું તો આ માટે મારે શું કરવું જોઇએ?.
જવાબ.યુવતી જ્યારે લગ્ન કરીને સાસરે આવે છે ત્યારે તેના માટે દરેકે દરેક વ્યક્તિ અજાણી જ હોય છે. આ સમયે પતિ જો થોડી ધીરજથી કામ લેશે તો છોકરીને તેના પિતાના કરતાં પણ પતિનું ઘર વધુ પ્રિય થવા લાગશે. તમારી પત્નીને કોઈ પણ કામ કરવા માટે જબરદસ્તી ન કરો.
પત્ની ઉપર કારણ વગર હુકમ કરવાનું ટાળો. તથા કોઈ પણ બહારની વ્યક્તિ સામે પત્નીની ઊણપો ન બતાવો.પરિવાર તથા બહારના અગત્યના વિષયો ઉપર પત્નીની સલાહ લેવાનું રાખો તથા તેના સૂચનનો આદર કરો.
પત્નીને પણ પોતાની વાત કહેવાની તક આપો. ઘર બનાવવું કે લગ્ન વગેરે જેવી બાબતોે ફાઈનલ કરતી વખતે પત્નીની ઈચ્છાનો પણ ખ્યાલ રાખો. પત્ની પ્રતિ હંમેશા ઈમાનદાર રહો. તમારી દરેક ભાવનાઓ પત્ની સમક્ષ વ્યક્ત કરો. તમારી કોઈ પણ ભૂલની પત્ની સમક્ષ પ્રેમથી માફી માંગી લો.માફી માંગવાથી તમે પત્ની સામે નાના નહીં થઈ જાવ પણ પત્નીની નજરમાં તમારા માટે આદરનું પ્રમાણ વધી જશે.
પત્નીના સગાસંબંધીને તમારા પોતાના સમજી માન-સન્માન આપો જેથી તમારા સગાસંબંધીને પણ તમારી પત્ની માન-આદર આપશે.તમારા પોતાના વિચાર જે તમારી બહેન તથા દીકરી માટે છે તે જ તમારી પત્ની માટે પણ લાગુ કરવા જોઈએ.
તમે જો એમ ઈચ્છતા હો કે તમારી બહેન કે દીકરી સમયાંતર તેના પીયર આવે તો પત્નીને પણ સમયાંતર વાર-તહેવારે પીયર મોકલવામાં આનાકાની ન કરો. પતિ-પત્નીના સંબંધ ક્ષણિક નથી, જન્મજન્માંતરના છે એટલે જેટલો સમય સાથે વિતાવશો તેમ તમે એકબીજાની વધુ ને વધુ નજીક આવતા જશો.