ખાનગી હોસ્પિટલો થઈ જાવ સાવધાન, કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં બહાના કાઢશો તો લેવાશે કડકમાં કડક પગલા..

આખો દેશ કોરોના વાયરસનો સામનો કરી રહ્યો છે. તેવામાં ઘણી જગ્યાએ કેટલિક હોસ્પિટલો કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવતી નથી. આવી હોસ્પિટલો દ્વારા પથારી નથી કહીને સંક્રમિત દર્દીની સારવાર કરવાનો ઇનકાર કરે છે. તેવામાં કેન્દ્ર સરકારે આવી બેદરકારી વાળી હોસ્પિટલ સામે લાલ આંખ કરી છે.

આ સમગ્ર મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, સીજીએચએસ માટે પસંદ કરેલી હોસ્પિટલોને ચેતવણી આપવામાં આવી છે કે, જો તેઓ કોરોના દર્દીઓ અથવા અન્ય દર્દીઓની સારવારનો ઇનકાર કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકોની સારવાર ન મળતી હોવાની ફરીયાદો આવ્યા બાદ આરોગ્ય મંત્રાલયે આ ચેતવણી જારી કરી છે.આ સાથે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આ ફરીયાદોની સમીક્ષા કરવામાં આવી છે અને રાજ્ય સરકારો દ્વારા પસંદ કરેલી કોરોના હોસ્પિટલો તેમજ કોવિડ હોસ્પિટલોને દર્દીઓની સારવાર ન કરવા બાબતે ચેતવણી આપવામાં આવી છે. સાથે કહેવામાં આવ્યું છે કે, આ તમામ હોસ્પિટલો સીજીએચએ લાભાર્થીઓને યોજનાના ધારાધોરણ મુજબ સારવાર આપશે.આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, અમે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર ન કરતી સીજીએચએસ હોસ્પિટલો દર્દીઓની સારવાર કરે તે માટે એક માર્ગદર્શીકા બહાર પાડી છે. આ સાથે કોઇપણ હોસ્પિટલ સારવાર કરવાથી ઈનકાર કરી શકશે નહી. તથા નિર્ધારિત માપદંડ મુજબ ફી લેશે નહીં.

About the author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *