એવા કલાકારો છે જે પોતાના મીઠા કંઠના કારણથી પોતાનું ચોક્કસ સ્થાન બનાવ્યું એવા કલાકાર કે જેનો અવાજ રેલાયો તો તમે જૂમી લેજો. આપણે વાત કરીએ છીએ કાઠિયાવાડના ઉચ્ચ કોટિના કલાકાર એવા કિર્તીદાન ગઢવી જય ગુજરાતના પ્રખ્યાત લોક ડાયરા ગીતો અને ક્લાસિક મ્યુઝિક ના જાણીતા કલાકાર છે. તો મિત્રો કિર્તીદાન ગઢવી નો જન્મ ૧૯૭૫માં આણંદ જિલ્લાના વાલવોડ ગામમાં થયો હતો.
તેમના પિતાનું નામ સ્વર્ગસ્થ સમ્રાટ દાન ગઢવી હતું. તેઓ પણ એક પ્રખ્યાત લોકગાયક હતા આથી કિર્તીદાન બાળપણથી જ ઘરમાં સંગીતનું માહોલ રહ્યો હતો. તેમને બાળપણથી જ સંગીત ક્ષેત્રે ખૂબ જ રસ હતો તેઓ તેમના પિતાની સાથે શ્રોતા તરીકે ડાયરામાં જતા હતા. કિર્તીદાન ગઢવી ની અભ્યાસની વાત કરીએ તો વલ્લભવિદ્યાનગરમાં બે વર્ષ બીકોમ કર્યું પણ તેમને ભણવામાં રસ ન હતો.
પરંતુ તેમને સંગીતમાં રસ હતો તેમણે એમ.એસ.યુનિવર્સિટીમાં સંગીત શીખવા માટે એપ્લિકેશન આપી અને તેમાં ૮૦૦ વિદ્યાર્થીઓ માંથી ફક્ત ૮ વિદ્યાર્થીઓ લેવાના હતા અને તેમાં કિર્તીદાન ગઢવી નો પણ એડમિશન મળી ગયું અને તેમણે પાંચ વર્ષ સંગીતનો અભ્યાસ કર્યો. તેમણે તેના પછી માસ્ટર ડિગ્રી લીધી કિર્તીદાન ગઢવી ડિગ્રી મેળવ્યા બાદ સિહોરની ધોળકિયા કોલેજમાં બે વર્ષ નોકરી જ્યારે નોકરી કરતા હતા ત્યારે લોક સાહિત્ય કલાકાર સ્વર્ગસ્થ ઇશ્વરદાન ગઢવી તેમને ખૂબ જ સપોર્ટ કરતા હતા.
તેમનો જ્યાં પણ પ્રોગ્રામ હોય ત્યાં કિર્તીદાન લઈ જતા હતા અને તેને ત્યાં સંગતો ગાવાની તક આપતા અને કિર્તીદાન ગઢવી ને નાઈટ ના 400 રૂપિયા આપતા હતા અને ત્યાર પછી કિર્તીદાન ગઢવી એક પછી એક સ્ટેજ પ્રોગ્રામ કરતા ગયા અને તેમને ઓડિયન્સનો સપોર્ટ મળતો ગયો કિર્તીદાન ગઢવી ના ફેમસ આલ્બમ ની વાત કરીએ તો કિર્તીદાન હે જગ જનની કિર્તીદાન ગઢવીના ગરબા માં નું ઝાંઝર, મથુરામાં વાગી મોરલી વગેરે આલ્બમ ક્લિક થયા છે.
કિર્તીદાન ગઢવી ના લોકપ્રિય ગીતો ની વાત કરીએ તો નગરમાં જોગી આયા, લાડકી રંગ રસિયા, આ ગીતો પરથી કિર્તીદાન ગઢવી કચ્છમાં ખૂબ જ લોકપ્રિયતા મળી અને તેમને લોકડાયરાના પણ પ્રોગ્રામ મળવા લાગ્યા પછી, કિર્તીદાન ગઢવી આણંદ થી રાજકોટ રહેવા આવ્યા. કિર્તીદાન ગઢવી વર્ષમાં ૨૦૦ થી વધુ પ્રોગ્રામ કરે છે. અને મહિનામાં ૧૫ થી વધુ પ્રોગ્રામ આપે છે. કિર્તીદાન ગઢવી વિદેશમાં પણ પ્રોગ્રામ આપે છે. જેમકે ઓસ્ટ્રેલિયા, ઓમાન, લન્ડન વગેરે.કિર્તીદાન ગઢવીએ બોલિવૂડમાં પણ યોગદાન આપેલ છે. જેમાં હોટ સ્ટુડિયો માં રજૂ થયેલ લાડકી ગીત ખૂબ જ પ્રખ્યાત છે. આ ગીત ગુજરાતના પ્રખ્યાત જીગર સાથે બનાવ્યું હતું. આ ગીત તેમના સાથી ગાયક હંસિકા અને બૉલીવુડના પ્રખ્યાત ગણાતા ગાયક મીકા ભારદ્વાજ આ ગીત ગાયું હતું. આજે દેશ-વિદેશમાં ખૂબ જ નામના મેળવી હતી youtube પર હાલ 50 મિલિયનથી પણ વધારે રહ્યું છે.
જે લોકપ્રિયતાની નિશાની છે. કિર્તીદાન ગઢવી ની ફેમીલી ની વાત કરીએ તો તેમની પત્નીનું નામ સોનલ ગઢવી છે. જે મૂળ ગાંધીધામ ના વતની છે. અને તેમના દીકરા નું નામ ક્રિષ્ના ગઢવી છે. તેમના સૌથી નાના દીકરા નું નામ રાજ ગઢવી છે. કિર્તીદાન ગઢવી હાલમાં તેમના ફેમિલી સાથે રાજકોટમાં રહે છે. અને તેમના નવા ઘરનું નામ સ્વર્ગ રાખ્યું છે. અને તેમના ઘરમાં આધુનિક સુવિધા છે. આ ઘરની ડિઝાઇન રાજકોટના દર્શન પરમાર દ્વારા કરવામાં આવી છે.