મને શીઘ્ર સ્ખલનની સમસ્યા સતાવે છે, મારો એક મિત્ર કહેતો હતો કે આ એક ખાસ પ્રકારનું પાન ખાવાથી સમસ્યાથી છૂટકારો મળે છે શું આ વાત સાચી છે?.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

મને શીઘ્ર સ્ખલનની સમસ્યા સતાવે છે, મારો એક મિત્ર કહેતો હતો કે આ એક ખાસ પ્રકારનું પાન ખાવાથી સમસ્યાથી છૂટકારો મળે છે શું આ વાત સાચી છે?..

સવાલ.હું ૨૦ વરસની છું. અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી. પરંતુ હમણા મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે.આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે.

જવાબ.જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે.પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી.પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત છે એ વાત સાચી છે. પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે.

Advertisement

સવાલ.હું ૨૦ વર્ષનો છું. છેલ્લાં ત્રણ વર્ષોથી મહિનામાં બેથી ત્રણ વખત હસ્ત-મૈથુન કરું છું. આવતા મહિને મારાં લગ્ન થવાનાં છે. મને સે@ક્સ વિશે થોડી માહિતી છે. મારા લિં@ગ પર થોડા વાળ છે. એને લીધે સે@ક્સલાઇફમાં કોઈ તકલીફ થઈ શકે ખરી? સુહાગરાતે કો-ન્ડોમ પહેર્યાં વગર સમાગમ કરવાથી બાળક રહેવાની શક્યતા ખરી?.

જવાબ.હસ્ત-મૈથુન એક સ્વભાવિક પ્રક્રિયા છે. સમાગમ વખતે જે ક્રિયા ઇન્દ્રિય યોનિમાર્ગમાં કરે છે એ જ ક્રિયા હસ્ત-મૈથુન વખતે ઇન્દ્રિય મુઠ્ઠીમાં કરે છે.કો-ન્ડોમ (નિરોધ) પહેર્યા વગર સમાગમ કરવાથી બાળક રહેવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે.

Advertisement

એટલે કો-ન્ડોમ પહેરવું આવશ્યક છે. બીજા બધા ગર્ભનિરોધકનો ઉપયોગ કરતાં કો-ન્ડોમનો વપરાશ વધુ સહેલો અને સુરક્ષિત છે. કો-ન્ડોમ ન પહેરવું હોય તો ગર્ભ ન રહે એ માટે ગર્ભનિરોધક ગોળી, ટુ-ડે પિલ્સ ડાયાફ્રામ જેવા બીજા વિકલ્પો પણ છે.

સવાલ.હું ૧૮ વર્ષની બી.એ.ના પહેલા વર્ષની વિદ્યાર્થિની છું. છેલ્લા ઘણા મહિનાથી એક છોકરો મને બહુ હેરાન કરી રહ્યો છે. કોલેજ જતી વખતે મારો રસ્તો રોકી સામે ઊભો રહી જાય છે. ક્યારેક બાઈક પર બેસી જવા માટે જિદ્દ કરે છે. જ્યારે હું બહેનપણીઓ સાથે હોઉં ત્યારે તે દૂરથી અશ્લીલ વર્તન કરે છે.

Advertisement

તે છોકરો ઘણો બગડેલો છે. તે સારી રીતે જાણે છે કે મને તેનામાં કોઈ દિલચસ્પી નથી, આમ છતાં પણ તે મારો પીછો છોડતો નથી.મારા ઘરનાં લોકો બહુ રૂઢિચુસ્ત છે.જો તેમને આ વાતની ખબર પડી જાય તો તેઓ મારું ભણવાનું છોડાવી દેશે અને મને ઘરમાં બેસાડી રાખશે. હું શું કરું?એક વિદ્યાર્થિની અમદાવાદ.

જવાબ.તમારે તે છોકરાને તેના અયોગ્ય વર્તન માટે શરૂઆતથી જ ધમકાવવો જોઈતો હતો, પરંતુ તમે અત્યાર સુધી ચૂપ રહ્યા. તમે ચૂપ રહ્યા એટલે તેનામાં હિંમત વધી રહી છે. એટલે ફરીવાર જ્યારે પણ તે અસહ્ય વર્તન કરે તો તેને ધમકાવી કાઢો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમને તેનામાં કોઈ રુચિ નથી.

Advertisement

તમારો થોડાં શબ્દોમાં સ્પષ્ટ જવાબ સાંભળીને તે તમારો પીછો કરવાનો છોડી દેશે અને જો તેમ છતાં પણ ન માને તો તેના માટે કોઈ સખત પગલુ ભરી ઉઠાવી શકો છો.સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.

સવાલ.મારા આવતા મહિને લગ્ન નક્કી થયા છે. મારો એ પ્રશ્ન છે કે પ્રથમ એક સમા-ગમ પૂર્વ કરાતી ફોરપ્લે વિશે મને વિસ્તૃત સમજૂતી આપશો. આ પ્રશ્ન વિશે મને સહેલી સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપવા વિનંતી. તે મારી સાથે સં@ભોગ વિશેની ચર્ચા પણ કરે છે.અને તેને પણ આ પ્રશ્ન સતાવે છે. મને તમારામાં ખૂબ જ વિશ્વાસ છે. મારો પ્રશ્નોનું આપ સરળ ને વિસ્તૃત રીતે સમજ આપો. જેથી મારુ લગ્નજીવન સુખી થાય.

Advertisement

જવાબ.પ્રથમ સમા-ગમની શરૂઆત કેવી હોવી જોઇએ એ અંગે માગદર્શન માગતા તમામ યુવાન-યુવતીઓને મારી સલાહ છે કે પ્રથમ રાત્રિએ ગમે તેટલો કામવેગ અને કામોતેજના અનુભવતા હોવ તો પણ ધીરજ, ગંભીરતા, અને બુધ્ધિપૂર્વક વર્તન કરવું અનિવાર્ય છે. કારણ તમારા સંબંધોની શરૂઆત તમે કેવી રીતે કરો છો. તેના ઉપર તમારા સમગ્ર દામ્પત્યજીવનની મધુરતોનો આધાર હોય છે.

સવાલ.હું 41 વર્ષની મહિલા છું. મેં છ મહિના પહેલાંં જ મહિલા નસબંધીનું ઓપરેશન કરાવ્યું છે અને મને લાગે છે કે મારી જાતીય જીવન માણવાની ક્ષમતા ઓછી થઇ ગઇ છે. શું આમ થઇ શકે?.

Advertisement

જવાબ.તમારી સમસ્યાનો ઉકેલ જાણવા માટે પહેલાંં મહિલા નસબંધી ઓપરેશન શું છે એ સમજવાનો પ્રયાસ કરીએ. હકીકતમાં અંડાશયનું કામ એગ બનાવવાનું અને હોર્મોન ઉત્પન્ન કરવાનું હોય છે.

અંડાશયમાં એગ પેદા થયા બાદ ફલોપિયન ટ્યૂબમાં પહોંચે છે. જો ત્યાં સ્પર્મ હાજર હોય તો બંને મળે છે અને ફલિત થઈ મહિલા ગર્ભધારણ કરે છે. જો ફલોપિયન ટ્યુબ કાપવામાં આવે અથવા બાંધી દેવામાં આવે તો એગ અને સ્પર્મ વચ્ચે સંપર્ક શક્ય બનતો નથી અને હોર્મોન સીધા જ લોહીમાં ભળે છે.

Advertisement

આ જ હોર્મોન સ્ત્રીમાં કામેઈચ્છા જાગૃત કરવા માટે જવાબદાર છે. આમ, ફલોપિયન ટ્યૂબ બંધ થઈ જવાથી કે ઓપરેશન કરી દેવાથી મહિલામાં રહેલી કામેચ્છા પર કોઈ અસર પડતી નથી. જો તમને એમ લાગતું હોય કે ઓપરેશનને કારણે કામેચ્છા ઓછી થઇ છે તો તમારો ભ્રમ હોઇ શકે. કામેચ્છા ઓછી થવાના બીજા પણ કારણો જવાબદાર હોઈ શકે છે. ગર્ભનિરોધ માટે મહિલાઓની સર્જરી ભારતમાં વધારે લોકપ્રિય છે.

દુનિયાભરની સરખામણીમાં અહીં ગર્ભનિરોધ માટે કુલ મહિલાઓમાંથી 39 ટકા મહિલાઓ ઓપરેશન કરાવે છે. ભારતમાં સ્ત્રી નસબંધી લોકપ્રિય છે પણ હકીકત એ છે કે સ્ત્રી નસબંધીની સાપેક્ષમાં પુરુષ નસબંધી કરાવવી વધારે સરળ અને સુરક્ષિત છે.

Advertisement

પુરુષો પ્રક્રિયાની અમુક મિનિટ બાદ સંપૂર્ણ રીતે ફિટ થઇ જાય છે, જ્યારે મહિલાઓને ફિટ થતા સમય લાગે છે. આમ છતાં મોટાભાગના પુરુષો મહિલાઓ પાસે નસબંધી કરાવવાનો આગ્રહ રાખે છે.

સવાલ.નહાતી વખતે ઘણીવાર કાનમાં પાણી જતું રહે છે જેના કારણે પછી દુખાવો થાય છે. શું કાનમાં ગયેલું પાણી એને બહુ નુકસાન પહોંચાડે છે?.

Advertisement

જવાબ.કાન આપણા શરીરની પાંચ અગત્યની ઇન્દ્રિયમાંથી એક હોવાને કારણે સાંભળવા માટે કાન જરૂરી છે. કાનમાં પાણી જવાની બાબત ગંભીર નથી, પરંતુ એને વ્યવસ્થિત રીતે સાફ ન કરાય તો એ ગંભીર રૂપ લઈ શકે છે. મોટા ભાગે કાનમાં પાણી જાય ત્યારે આપણને ખબર જ પડી જતી હોય છે. કાનમાં પાણી જાય તો ઓછું સંભળાય તેમજ હળવો દુખાવો થઈ શકે.

આ સિવાય સમસ્યા વકરી જાય તો કાનમાંથી ઘણીવાર પસ પણ નીકળે છે. જો તમને ચક્કર આવે અને સ્થિર ઊભા ન રહી શકાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મોટા ભાગે કાનમાં પાણી જવાને કારણે દેખાતાં લક્ષણો ઘરગથ્થુ ઇલાજ કરીને જ દૂર થઈ જાય છે પણ જો એવું ન થાય તો ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ, કારણ કે જો કાનમાં પાણી રહી જાય તો કાનમાં ફંગસ ઇન્ફેક્શન પણ થઈ શકે છે.

Advertisement

કાનમાંથી પાણી આવે તો એક દિવસથી વધારે આવે તો એની અવગણના ન કરો. જુઓ કે એ પતલું છે કે સ્ટિકી છે, એમાંથી વાસ આવે છે. જો એમ હોય તો તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લો. કાનમાં તમને મનફાવે એવા ઈયર ડ્રોપ્સ કે ગરમાગરમ તેલ વગેરે ક્યારેય ન નાખો. આ પ્રકારના પદાર્થથી તમારા કાનના પડદામાં હોલ પણ થઈ શકે છે. આમ, કાનની કાળજી રાખવી બહુ જરૂરી છે.

સવાલ.મને શીઘ્ર સ્ખલનની સમસ્યા સતાવે છે. મારો એક મિત્ર કહેતો હતો કે એક ખાસ પ્રકારનું પાન ખાવાથી સમસ્યાથી છૂટકારો મળે છે. વાત સાચી છે?.

Advertisement

જવાબ.તમારો મિત્ર જે પાનની વાત કરી રહ્યો છે એમાં શું નાખેલું હોય છે એ જાણવું જરૂરી છે. ઘણી વાર સેક્સલાઇફ વધારનારા પાનના કાથામાં કોકેન કે કોઈ નશીલા ઉત્તેજક પદાર્થનો ઉપયોગ થતો હોય છે એટલે જ એ ખાધા પછી સમાગમ લાંબો ચાલી શકે છે. આ ઇન્સ્ટન્ટ અસર માટે નખાયેલાં નશીલા દ્રવ્યોથી લાંબા ગાળે અનેક સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

આવાં પાન ખરેખર તો નુકસાનની શરૂઆત કરનારાં હોય છે એટલે એના સેવનથી દૂર જ રહેવું જોઇએ. હકીકતમાં શીઘ્ર સ્ખલનની સમસ્યા માટેનું કારણ સમજવાની જરૂર છે.

Advertisement

કોલેસ્ટરોલ, વધારે ચરબી અને ડાયાબિટીસને કારણે પણ આ સમસ્યા થઇ શકે છે. આ માટે ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. જો યોગ્ય ચકાસણી કરાવશો તો તમને તમારી સમસ્યાનું કારણ મળી જ જશે, બાકી પાનમાં વપરાતા ઊંટવૈદામાં વિશ્વાસ મૂકવા જેવો જરાય નથી.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite