નાના ભાઈને દિકરો સમજીને મારાથી વધુ પ્રેમ આપે છે પત્ની, મારાથી વધારે તેની સાથે રહે છે અને..

0
665

મારી ઉંમર 37 વર્ષની છે. હું મારી પત્નીથી ખૂબ પરેશાન છું. તેનું કારણ એ છે કે તે મારા કરતા વધારે મારા 27 વર્ષીય ભાઈની પાસે રહેવાનું પસંદ કરે છે. મારી બે દિકરીઓ છે જે સ્કૂલમાં ભણે છે.

મારી પત્ની મારા ભાઈને પોતાનો દિકરો સમજીને તેને માતા જેટલો પ્રેમ આપે છે પરંતુ આ બધામાં તે મને ભુલી જાય છે. મારા કરતા વધારે મારી પત્ની મારા ભાઈ પર વધારે ધ્યાન આપે છે જે મને બિલકુલ પસંદ નથી. મને ખબર નથી પડી રહી કે હું શું કરૂ. કંઈક માર્ગદર્શન આપો.

જવાબ – તમારી પત્ની જરૂરિયાત કરતા વધારે તેના દિયર પર ધ્યાન આપે છે તો તેના પાછળનું કારણ તેમનો દિકરા પ્રત્યેની ચાહ છે જે સ્પષ્ટ પણે જોવા મળે છે.

આ સમસ્યાનું એક જ સમાધાન છે કે તમે તમારી પત્નીને સમજાવો કે આ પ્રકારે ઘરના બાકી સદસ્ય કે તમને નજરઅંદાજ કરવું યોગ્ય નથી. તમે પત્નીને ક્યાંક બહાર ફરવા લઈ જાવ અને તેમને ભાઈથી દુર રહીને ઘરના અમુક કામો કરવાનું પ્રોત્સાહન આપો.

તમે તમારી પત્ની સાથે વધુમાં વધુ સમય પસાર કરો તેમની સાથે ફિલ્મો જુઓ અથવા એમ જ ક્યાંક ફરવા નિકળી પડો. તમે જેટલો સમય પત્નીને આપશો તેટલું જ તે તમારા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here