પર્સમાં રાખીલો આ વસ્તુઓ ક્યારેય કોઇ પાસે હાથ નહીં લંબાવવો પડે..

0
67

આપણે ત્યાં કહેવત છે કે નાણાં વગરનો નાથીયો નાણે નાથાલાલ એટલેકે જો તમારી પાસે પૈસા હશે તો સમાજમાં તમારો માન મોભો પણ હશે. આમ પણ એવુ કોણ હોય જેને આરામ દાયક જીવન જીવવુ ન હોય. સમૃદ્ધિથી ભરપુર જીવન જીવવા માટે કુંડળીમાં ગ્રહો અને નક્ષત્રોની દશા સારી હોવી જોઇએ. સમૃદ્ધિ તો જ આવે જો કિસ્મત સાથ આપે.

ગ્રહોની ખરાબ દશા ચાલતી હોય તો હાથમાં આવેલ પૈસા જતા રહે છે અને માણસને કંગાળ બનાવી દે છે. આવી સમસ્યાને દૂર કરવા માટે શાસ્ત્રોમાં કેટલાક અચુક ઉપાય દર્શાવ્યા છે જેનાથી તમારી સામે ક્યારેય ધનની કમી નથી આવતી તિજોરી છલોછલ રહે છે હંમેશા માતા લક્ષ્મીના ચાર હાથ રહે છે.

લાલ રંગનો કાગળ: આ એક અચુક ટોટકા છે. એક લાલ કાગળમાં તમારી ઇચ્છા લખીને રેશમી દોરથી કાગળને બાંધીને પર્સમાં રાખી દો. આવુ કરવાથી તમારી ઇચ્છાઓ જરૂર પૂરી થશે.

અક્ષત: ચોખા શાસ્ત્રોમાં અનાજ અને પૈસા બંને એકસરખા હોવાનું કહેવાય છે. જો તમે પર્સમાં એક ચપટી ચોખા રાખશો તો તમારા ખોટા ખર્ચ ઘટાડે છે અને તમને ક્યારેય પૈસા ગુમાવવા દેતો નથી. આ ઉપાય જરૂર અજમાવી જુઓ.

માતા લક્ષ્મીની તસવીર: માતા લક્ષ્મીનો ફોટો તમારા પર્સમાં રાખો, જેમાં તે બેઠેલી મુદ્રામાં છે. આવુ કરવાથી તમને ક્યારેય પૈસાની કમી રહેશે નહીં.પીપળાનું પાન:પીપળો અને તુલસી બંને હિન્દુ ધર્મમાં આદરણીય છે. વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પીપળાનું પાન હંમેશા પર્સમાં રાખવું જોઈએ.પીપળાના પાનને અભિમંત્રિત કરી પછી તેને પર્સમાં સાથે શુભ મુહૂર્તમાં રાખવું જોઈએ. આવું કરવાથી પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહેશે, જરૂરિયાત સમયે આર્થિક મુશ્કેલી ક્યારેય નહીં આવે.

ચાંદીનો સિક્કો: જો તમારી પાસે કોઈ ચાંદીનો સિક્કો છે, તો તેને પર્સમાં રાખવાથી પૈસા મળે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે સોના અથવા ચાંદીનો સિક્કો પર્સમાં મૂકતા પહેલા તેને ઘરના મંદિરમાં માતા લક્ષ્મીના ચરણમાં રાખો. પૂજા ક્રયા પછી જ તેને પર્સમાં સાથે રાખો કેમકે ચાંદીનો સિક્કો પર્સમાંથી ખોવાઇ જાય તો ખુબ મોટુ નુકસાન થાય છે.

દર્પણ અથવા લોખંડની વસ્તુ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાચનો ટુકડો અથવા નાનું ચપ્પુ પર્સમાં રાખવુ જોઈએ. આનાથી સંપત્તિ વધે છે. આ સિવાય તમે ગોમતી ચક્રને પર્સમાં રાખી શકો છો.

રૂદ્રાક્ષ રૂદ્રાક્ષ રાખવાથી ગરીબી દૂર થાય છે અને સંપત્તિમાં વધારો થાય છે. તમારે હંમેશાં ઘરની તિજોરી અથવા લમારીમાં રૂદ્રાક્ષ રાખવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here