રવિવારે કરો આ ઉપાય જીવનમાં સુખ-શાંતિ યશ કીર્તિ આરોગ્યની પ્રાપ્તિ થશે.

0
185

જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહો કહેવાયા છે જેમાં સૂર્ય ,ચંદ્ર, મંગળ, બુધ ,ગુરુ ,શુક્ર, શનિ, રાહુ અને કેતુ આમ નવ ગ્રહોમાં પરમ પ્રતાપી તેજસ્વી ભગવાન શ્રી હરિનું રૂપ મનાય છે. સૂર્યનારાયણ ભગવાન ને પંચ દેવોમાં ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના થાય છે.

સૂર્યનારાયણ દેવ જાગતા દેવ કહેવાય છે અને રવિવારના દિવસે જો ભગવાન સૂર્યનારાયણ દેવ ની પૂજા અર્ચના કરવામાં આવે તો જીવનમાં યશ-કીર્તિ ની પ્રાપ્તિ થાય છે.

સુખ-સંપત્તિ પ્રાપ્ત થાય છે. આપણા ઘરમાં સૂર્યનારાયણ દેવ નું મધ્યમાં કલ્પના કરીને પૂજન થાય છે. ઘરના ચાર ખૂણા હોય છે. ઈશાન કોણ જે ભગવાન મહાદેવ નું કહેવાય છે. અગ્નિ કોન જેમાં ભગવાન ગણપતિ નું સ્થાપન થાય છે. નૈઋત્ય ખૂણો જેમાં ભગવાન શ્રી હરિ નું પૂજન થાય છે.

નૈઋત્ય ખૂણો જે હરિ નું પૂજન અને વાયવ્ય ખૂણો જે માતા શક્તિ નું પૂજન થાય છે. આમ ચાર ખૂણા ઘરમાં હોય છે. તેમાં પ્રકાશિત કરવા માટે ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે તથા ઘરમાં રહેતા સદસ્યોને જીવન માં સુખ શાંતિ પ્રાપ્ત થાય એ માટે ભગવાન સૂર્યનારાયણ દેવનું પૂજન-અર્ચન કરવું.

ભારતમાં સૂર્ય પૂજા નું ઘણું પ્રાચીન કાળથી મહત્વ કહેવાયું છે. આપણા ઋષિ-મુનિઓએ પણ સૂર્યનારાયણ દેવ ની પૂજાનો વિધાન કહેલું છે. ભગવાન સૂર્યનારાયણ દેવના માનવજીવન ઉપર આ પ્રકૃતિ ઉપર દરેક જીવ ઉપર અગણિત ઉપકાર છે.

સૂર્યનારાયણ દેવ નો ઉપકાર ઋણ છે તે ચૂકવવા માટે આપણે સૂર્યનારાયણ દેવ ની પૂજા કરીએ છીએ. ગાયને ગોળ વામાં આવે કૂતરાને દૂધ પીવડાવવામાં આવે અને કિડીયારૂ પૂરવા માં આવે તો ભગવાન સૂર્યનારાયણ ની કૃપાથી જીવનમાં સર્વે પાપો નષ્ટ થાય છે.

રવિવારે રાત્રે સૂતી વખતે દૂધ નો ગ્લાસ ભરીને બાજુમાં રાખી દેવો ત્યારબાદ સવારે વહેલા ઊઠીને શુદ્ધ થઈને દૂધ નો ભરેલો આ ગ્લાસ લઈ જઈને બાવળના ઝાડ નીચે રેડી દેવો. પ્રત્યેક રવિવારે આ રીતે ટોટકો જરૂર કરવો જોઈએ. આમ કરવાથી ધન સંપત્તિ દરેક સમસ્યાથી ધીરે-ધીરે ખતમ થઇ જશે. તથા જીવનમાં ધન ધાન સુખ-સમૃદ્ધિ યશ કીર્તિ વૈભવની પ્રાપ્તિ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here