સાધુ ના પ્રતાપે ફુલ વેચતી દીકરી લખ પતિ બની..

0
205

હજી થોડીક વાર પહેલા ધોમ ધખતા તડકામાં આ ગરીબ ની દીકરી ફાટેલ તૂટેલ છાબડીમાં ફૂલમાળા વેચતી હતી. એક સાચા સાધુ ના પ્રયાસથી એના નસીબ આડેથી પાંદડું હટી ગયું. એના ઉપર રૂપિયા નો વરસાદ થયો. માથા ઉપર પૈસાનો પોટલો બંધાયો. એ લખપતિ બની ગઈ.”હું એનો ભણવાનો ખર્ચ આપીશ” “હું એના લગ્નનો તમામ ખર્ચ ઉપાડીશ” “હું એને અમેરિકા લઈ જઈશ” આ કોઈ ભક્તિ શક્તિ કે શ્રદ્ધા-અંધશ્રદ્ધા નો કિસ્સો નથી. પણ એ કથાકાર ના મીઠા બોલ કેવો કરિશ્મા સર્જી શકે એનો જીવતો જાગતો પુરાવો.

ડમરુ વગાડતા મહાદેવ બાળક ઉપર ઈચ્છે ત્યારે એની જટામાંથી ગંગા કેવી રીતે નીચે ઉતરી આવે છે એનું લાઈવ ડેમોસ્ટ્રેશન છે. એ દીકરીનું નામ પાયલ છે. કથાકાર નું નામ ગીરીબાપુ છે. ગુજરાતના દરિયા દિલ ભાવિકો છે. આ પ્રસંગ પ્રભાસ પાટણના સોમનાથ મંદિરમાં ચાલુ કથાએ બન્યો છે.

સોમનાથ પાટણ ખાતે પ્રસિદ્ધ શિવ કથાકાર ગીરી બાપુ ની કથા ચાલતી હતી. હેમા મંદિરના ઓટલે પાયલ નામની પાંચ સાત વર્ષની દીકરી ફૂલમાળા વેચતી હતી. પ્રવેશ દ્વાર પાસે એ કથાકાર ને દૂરથી જોઈ ગઈ. કથાકાર ના આસિસ્ટન્ટ પાસે પહોંચી ગઈ. મારે બાપુને ફૂલ માળા પહેરાવી છે પહેરાવ ને બેટા તું તો નાનું બાળક એટલે ભગવાનનું રૂપ ગણાય, માળા ના ફુલો કરમાય ગયા હતા. પણ ઊર્મિનાં ફૂલોને કથાકાર પારખી લીધા.

પાયલ નો ચહેરો યાદ રાખી લીધો. લ્યો કોઈ ફૂલ બોલતી દીકરી એના ધંધે વળગી. અને ગીરીબાપુ વ્યાસપીઠ ઉપર જઈ કથા કરવા લાગ્યા. કથાના છઠ્ઠા દિવસે ફૂલો વેચાયા બાદ પરસેવે રેબઝેબ પાયલ કથા સાંભળવા પેન્ડોલ માં ગઈ. બાપુ પાયલ ને ઓળખી ગયા. અચાનક કથાને વિરામ આપી ગીરીબાપુ દીકરી એ ભાવથી પહેરાવેલી ફૂલમાળા ની વાતો કરવા લાગ્યા.

તેમણે દીકરીને સ્ટેજ ઉપર બોલાવીએ તિરાડો પડી ગયેલા ટોપલા સાથે પાયલ વ્યાસપીઠ પાસે આવી કથાકારે પાયલ નું નામ ઠામ પૂછ્યું. તો ખબર પડી કે પાયલ એક ઝૂંપડામાં રહેતી ગરીબ ઘરની દીકરી હતી. એના પિતા પણ ફૂલો વેચીને પેટિયું રળતા. દરિદ્ર ના કારણે નિશાળ કેવી હોય એની એને ખબર નહોતી.

બાપ દીકરી એ ફૂલ માળાના ધંધામાંથી ભાઈ પૈસા બચાવીને એક ઝૂંપડું બાંધ્યું. પાયલને ભણવું હતું અંગ્રેજી શીખવું હતું. મોટી થઈને અમેરિકા જવું હતું. પાણી ઘરમાં હાંડલા ખખડતા હોય ત્યાં આવા અરતા પૂરા કરવા હવામા મહેલ જાણવા જેવું.

બાપુએ દીકરીના માથા ઉપર હાથ મૂકીને ભરચક ભરેલી ભાવિકોની મેદનીને કહ્યું હાર્દિક re ની જગ્યાએ તમારી દીકરીને મૂકી દો તમારું હૃદય ભરાઈ આવશે. એ સવારથી સાંજ સુધી સૂર્ય પ્રકોપ સહીને ફૂલમાળા વેચે છે. બહુ તાપ લાગે તો આ ચુંદડી ઓઢી લે છે. જોઈલો આ ગરીબનો બગલથેલો. હું પહેલા દિવસે આયો ત્યારે એને મને ફૂલ માળા પહેરાવી હતી.

ખરા અર્થમાં આ મહાદેવ કન્યા છે. રુદ્ર કન્યા છે. બાપુ માંથી બાપ બનીને ગિરિબાપુએ દીકરીને સાલ ઓઢાડીને આશીર્વાદ આપ્યા. તૂટીને ત્રણ કટકા થવાની વિતરણ કરતા એના ટોપલામાં એક મોટી નોટ પધરાવી. ધરમની ગાયના દાંત જોવા ન બેસાય. શિવભક્તો ઓડિયન્સમાં મદદની ટહેલ નાખી જોલી મેરી ભરદે ઓ કૈલાશ વાલે. પછી મલ્હાર રાગ સાંભળીને મેઘો વરસે એમ રૂપિયાનો વરસાદ થયો. ગરીબની જોલી પણ છલકાવી શકે છે.

બાપુ ના વેણ ઉપર પાયલ નો ટોપલો નાનો પડ્યો. લોકોએ પ્લાસ્ટિકના ઝબલા ભરી ભરીને પૈસા ભેગા કરી દીધા. જોતજોતામાં લાખેક જેવી રકમ જમા થઈ ગઈ. થોડીક વાર તો બાપુ કથા નો ભૂલી ગયા વ્યાસપીઠ પરથી ઉતરીને રૂપિયા ભરેલો ટોપલો પાયલ ના માથા ઉપર ઠાલવીને સન્માન કર્યું. જા બેટા હવે તારી જિંદગીમાં ક્યારે ફૂલમાળા વેચવી નહીં પડે.

કથાકાર એટલેથી જ અટક્યા નહીં કથા માં આવેલા ધારાસભ્ય કમાભાઈ રાઠોડ ને દીકરી મોટી થાય ત્યારે ધામધૂમથી લગ્ન કરાવી આપવાની ભલામણ કરી. જેની કમાભાઈ એ ઈજી મિનિટે હા પાડી. કારણ કે તેઓ 21 ગરીબ કન્યાના લગ્ન કરાવી ચુક્યા હતા. પાયલ એ બાપુને કીધું કે બાપુ મારે અંગ્રેજી શીખવું છે, ત્યારે બાપુએ કીધું છે કોઈ કદરદાન જે પાયલને અંગ્રેજી શીખવાનું બીડું ઝડપી શકે?

નાથુભાઈ કરીને એક ભાવિક એ કીધું પાયલને અંગ્રેજી શીખડાવવા નો તમામ ખર્ચ હું કરીશ. તું અંગ્રેજી શીખી ને શું કરીશ? તો પાયલ એ કીધું કે વિદેશથી પ્રભાસ પાટણ આવતાં ફોરેનર ઓને હું સોમનાથ નો મહિમા અંગ્રેજીમાં સમજાવીશ. અને મોટી થઈને હું અમેરિકા જઈશ. અમેરિકા નું નામ સાંભળીને બાપુ ના કાન ફરીથી ચમક્યા. પહેલી પંગતમાં બેઠેલી અને અમેરિકા સ્થાયી થયેલી.

સુધાબહેન નામની આ મહિલા તરફ ઈશારો કરીને બાપુએ કીધું હા બેન તારું અમેરિકાનું કામ કરી આપશે સુધાબહેને પણ વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા. ધન છે આ મીઠા બોલા માયા મુક્ત માયાવી મહાન છેલ્લા 24 વર્ષથી દેશ-વિદેશમાં શિવ કથા કરે છે. કથા દરમિયાન જીવનમાંથી જડેલી વાતો કરે છે. અત્યાર સુધી અમેરિકા કેનેડા ઈંગ્લેન્ડ સહિત અનેક દેશોમાં ૬૫૦થી વધારે કથા કરી ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here