ઉનાળામાં બદામ ખાવાના ફાયદા અને ગેરફાયદા તમે પણ જાણી લો..

બદામ ભલે કદમાં નાનું લાગે છે, પરંતુ બદામ તેના ગુણોને કારણે આયુર્વેદમાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આપણા વડીલો હંમેશાં બદામ ખાવાની સલાહ આપતા હોય છે. તેઓ કહે છે કે બદામ ખાવાથી યાદશક્તિ સુધરે છે અને શારીરિક અને માનસિક સમસ્યાઓમાં પણ મદદ મળે છે. ઉનાળાના દિવસો આવતા હોવાથી ચાલો જાણીએ બદામના સેવનના ફાયદા અને ગેરફાયદાઓ તેમજ ઉનાળામાં બદામ ખાવા જોઈએ કે નહીં?

ઉનાળામાં બદામ ખાવા જોઈએ કે નહીં?

નિષ્ણાતો કહે છે કે જો તમે પાણીમાં પલાળેલા બદામ ખાઓ છો તો તમે ઉનાળામાં પણ તેનું સેવન કરી શકો છો. ખરેખર, પલાળેલા બદામને પાચનતંત્ર માટે સારું માનવામાં આવે છે, કારણ કે પલાળેલા બદામ પચવામાં સરળ હોય છે. તેના ઉપયોગથી કબજિયાતનાં લક્ષણોમાં રાહત મળે છે અને અપચાની સમસ્યા પણ નથી થતી.

Advertisement

ઉનાળામાં વધુ બદામ ખાવાના ગેરલાભ

બદામની તાસીર ગરમ હોય છે, તેથી ઉનાળામાં તેનું સેવન ઓછું કરવું જોઈએ. તેના વધુ સેવનથી શરીરમાં ગરમી વધી શકે છે અને તેના કારણે ઘણી સમસ્યાઓઊભી થઈ શકે છે.

વિટામિનની અધિકતાનું જોખમ

બદામમાં પૂરતા પોષક તત્વો હોવાની સાથે વિટામિન પણ મળી આવે છે. બદામમાં વિટામિન ઇનું પ્રમાણ વધારે હોય છે. જો તમે તમારી જરૂરિયાત કરતા બદામનું વધારે સેવન કરો છો, તો વિટામિન ઇ નું પ્રમાણ વધી શકે છે. વધારે પડતાં વિટામિન ઇ ને કારણે ઝાડા, મેદસ્વીપણું અને ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે.

Advertisement

ઉનાળામાં બદામ ખાવાથી વધી શકે છે વજન

જો તમે કસરત અથવા સક્રિય જીવન નથી જીવતાં, તો તમારે બદામનું સેવન  કાળજીપૂર્વક કરવું જોઈએ. બદામમાં કેલરી અને ચરબી બંનેની માત્રા વધારે હોય છે. જો તમે દરરોજ કેલરી બર્ન કરવાની પ્રવૃત્તિઓ નથી કરતા તો તમારો વજન વધી શકે છે. જો તમે વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો પછી બદામનું સેવન ઓછી માત્રામાં કરવું.

કડવું બદામ છે ખતરનાક

જરૂરતથી વધારે બદામ અથવા કડવા બદામનું સેવન શરીરમાં ઝેરી રસાયણોનું સ્તર વધારી શકે છે. કડવા બદામમાં હાઇડ્રકોયકનિક એસિડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. શરીરમાં ઝેરી સ્તર પણ વધે છે. જેના કારણે નર્વસ સિસ્ટમ નબળું થવા લાગે છે. તેથી, બદામનો વધુ પડતો વપરાશ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે.

Advertisement
Exit mobile version