અત્યારે જ જાણી લ્યો, સવારે માત્ર 3 દાણા આનું સેવન શરદી-ખાંસી, તાવ અને ગેસને કરી દેશે જડમૂળથી દૂર થય જશે - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Health Tips

અત્યારે જ જાણી લ્યો, સવારે માત્ર 3 દાણા આનું સેવન શરદી-ખાંસી, તાવ અને ગેસને કરી દેશે જડમૂળથી દૂર થય જશે

કાળી મરી ભારતીય રસોઈના ખાસ મસાલામાંથી એક છે. આ ખાવામાં સ્વાદ ના સાથે ખુશ્બુ માટે પણ નાખવામાં આવે છે. કાળી મરી સ્વાદ આપવાની સાથે સાથે ઔષધી ગુણ થી ભરપુર હોય છે.

કેટલાક એવા રોગો છે જેનું કાળી મારી રામબાણ ઇલાજ છે.  કાળા મરીમાં ખનિજો, વિટામિન, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

Advertisement

કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોવાને કારણે ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામાં આવે છે.

રોજ કાળા મરીનો ઉપયોગ કરવાથી ઘણાં રોગો સામે રક્ષણ પણ મળે છે. તો ચાલો હવે અમે તમને જણાવીએ કાળા મરીથી આપણાં શરીરને થતાં અનેક લાભો વિશે.

Advertisement

જયારે પણ ગળું બેસી જવાની સમસ્યા થાય તો 2-3 કાળા મરીને પીસીને ઘી અને સાકર સાથે મિક્સ કરીને તેને ચાટવાથી બંધ થયેલું ગળું ખુલી જાય છે.

શરદી, ઉધરસ હોય તો મરીના પાવડરને મધ સાથે ચાંટી લેવાથી તરત જ આરામ મળે છે. કફની સમસ્યા થાય તો 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી મરીનો પાઉડર મિક્સ કરીને પીવાથી તરત આરામ મળે છે અને કફ દૂર થાય છે.

Advertisement

જો સ્નાયૂમાં સોજો કે સાંધાનો દુખાવો રહેતો હોય તો નિયમિત રીતે કાળા મરીનું સેવન કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં ફ્લેવોનોઈડ તેમજ કેપ્સેસિન તત્વ હોય છે જે સાંધા અને સ્નાયૂના સોજાને દૂર કરે છે.

કાળી મરીના પાવડર સાથે લીંબુનો રસ ઉમેરી આ મિશ્રણને ચાટવાથી એસિડિટીમાં ખુબ આરામ મળે છે. થોડા ગરમ પાણીમાં કાળા મરીનો પાવડર તથા લીંબુનો રસ ઉમેરી પીવો આનાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે.

Advertisement

કાળા મરી સ્કિન પ્રોબ્લેમમાં રાહત અને ત્વચાના મૂળ રંગને જાણવી રાખવામાં મદદ કરે છે. જો નાની ઉંમરથી મરીનો ઉપયોગ કરો છો તો કરચલીઓ અને ત્વચા સંબંધિત તકલીફો ઓછી થઇ જાય છે. અને કાળા મરી કાળા ડાઘ થતા હોય તે પણ અટકાવે છે.

દાંતમાં દુખાવો થતો હોય તો મીઠું અને કાળા મરીનો પાઉડર સપ્રમાણમાં મિક્સ કરીને તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ જેવું બનાવી લો. પછી તેને દાંતમાં જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાવી લો. હેડકી અથવા માથાના દુખાવામાં મરીના 3-4 દાણાને બાળી તેનો ધૂમાડો સૂંધવાથી લાભ થાય છે.

Advertisement

મરી પાચનતંત્રને સારું કરે છે. જ્યારે તેને ચાવીને ખાવામાં આવે છે ત્યારે હાઈડ્રોકલોરિક એસિડ પેટમાંથી નીકળે છે અને તે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે.

ભોજનમાં રોજ થોડા કાળા મરીના ઉપયોગથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. રોજ કાળા મરી ખાવાથી કોલન કેન્સર, કબજિયાત, ઝાડા અને બીજી બેક્ટેરિયા સંબંધી બીમારી દૂર થાય છે.

Advertisement

ઉધરસ તથા તેની સાથે નબળાઈ પણ લાગતી હોય તો 20 ગ્રામ મરી, 100 ગ્રામ બદામ, 150 ગ્રામ ખાંડ અથવા સાકર મેળવી તેને દળીને પાવડર બનાવી શીશીમાં ભરી લો.

1 ગ્રામ જેટલું સવાર-સાંજ ગરમ દૂધ કે પાણી સાથે લેવાથી જૂની ઉધરસ મટી જશે. તેનાથી નબળાઈમાં પણ લાભ થાય છે.

Advertisement

કાળા મરીનો ઉપયોગ વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે. કાળા મરીમાં ફાઇબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેના કારણે વ્યક્તિ ઓવરવેઇટ કરવાનું ટાળે છે. આ સિવાય ચરબી બર્ન કરવામાં પણ મદદ કરે છે. કાળા મરીમાં ઓછી માત્રામાં કેલરી પણ હોય છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite