છ કલાકમાં આ રાજ્યોના તાલુકામાં થશે વરસાદ,આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી….

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું બપોરના સમયે જોરદાર વાવાઝોડા સાથે મુશળધાર વરસાદને કારણે શહેરની મુખ્ય શાક માર્કેટમાં પાણી ભરાઈ ગયા હતા ઘૂંટણ સુધી પાણી પહોંચતાં વેચવા માટે ટોપલીઓ લઈને આવેલી ગ્રામીણ મહિલાઓનો વારો હતો ગંદા પાણીમાં પલાળેલી શાકભાજી ઉપાડીને બીજે ક્યાંક લઈ જવાનો વારો મહિલાઓનો હતો.

માર્કેટની અંદર લારીઓમાં બેઠેલા વેપારીઓને પણ શાકભાજીના વેચાણમાં અસર થઈ હતી ખાસ કરીને ગૃહિણીઓને ગંદા પાણીમાં શાકભાજી લેવાનું પસંદ ન હતું હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

Advertisement

આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ તાપી પોરબંદર અમરેલી દ્વારકા ગીર સોમનાથ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસમાં વડોદરા સુરત નવસારી વલસાડ ભરૂચ રાજકોટ અમરેલી ભાવનગર બોટાડ તાપી સહિત અન્ય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં પવન સાથે ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર ખેડામાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શુક્રવારે ભારે વરસાદ થઈ શકે છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ જૂનાગઢના માળિયામાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે ગઢડામાં સવા 2 ઈંચ કુતિયાણામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે તો તાલાલામાં 2 ઈંચ મેંદરડામાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો છે.

Advertisement

જ્યારે રાણાવાવમાં પોણા 2 ઈંચ માણાવદરમાં 1.5 ઈંચ વરસાદ ગીર ગઢડામાં સવા ઈંચ વડિયામાં સવા ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે ચોર્યાસીમાં 1 ઈંચ ગોંડલમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે તો ભાણવડ વિસાવદર ખંભાળિયા ઉમરગામમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે માંડવી અને લાલપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ શનિવારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જામનગર પોરબંદર દ્વારકા અને કચ્છ રવિવારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડ જામનગર પોરબંદર દ્વારકા અને કચ્છમાં અને સોમવારે નવસારી વલસાડ પોરબંદર દ્વારકા અને કચ્છ જ્યારે મંગળવારના રોજ સુરત વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે.

Advertisement

જ્યારે આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે રાજ્યમાં એક તરફ અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે ત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો વરસાદ માટે તરસી રહ્યા છે આ બંને ઝોનમાં સિઝનનો માત્ર 4 ટકા જેટલો વરસાદ નોંધાયો છે કચ્છના અબડાસા લખપત અને રાપર તાલુકામાં એક ટીપું વરસાદ પડ્યો નથી.

Advertisement
Exit mobile version