આગામી 24 કલાકમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે પડી શકે છે ભારે વરસાદ આ વિસ્તારોમાં અપાયું એલર્ટ……

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હાલમાં, ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે ઑફશોર ટ્રફ સક્રિય છે. જેના કારણે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, નવસારી અને વલસાડમાં સારા વરસાદની અપેક્ષા છે. સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

Advertisement

ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભુજ, માંડવી, નખત્રાણા, મુદ્રા અને અન્ય વિસ્તારોમાં સારા વરસાદની અપેક્ષા છે. આ ઉપરાંત 4 જુલાઈએ ઓડિશા નજીક લો પ્રેશરનું ક્ષેત્ર બનશે, જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં 5 જુલાઈ પછી પણ સારો વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 4 થી 7 સુધી સારા વરસાદની અપેક્ષા છે. મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. સૌથી વધુ વરસાદ વાંસદામાં થાય છે.

Advertisement

વાંસદા જેમાં 5 ઈંચ જ્યારે ખંભાળિયામાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.ખેરગામ, વિરપુર, જૂનાગઢ અને વંથલીમાં પણ સારો વરસાદ થયો હતો.તો માળીયા, માંડવી, વાપી, નવસારી, તાલાલા અને ઉમરગામમાં પણ વરસાદ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાના બોરસદમાં શુક્રવારે બાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. બોરસદનું સીસવા ગામ વેરાન બની ગયું છે. વરસાદે સમગ્ર આણંદ જિલ્લાને બાનમાં લીધો હતો.

Advertisement

સૌથી વધુ વરસાદ પણ બોરસદમાં પડે છે. બોરસદમાં 12 ઇંચથી વધુ વરસાદ પડતાં સીસવા ગામ બેટમાં ફેરવાયું હતું. બોરસદ તાલુકામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સમગ્ર બોરસદ તાલુકો પાણીમાં ડૂબી ગયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે જ્યાં ભારે વરસાદની આગાહી છે તેમાં સુરત, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવનો સમાવેશ થાય છે.

Advertisement
Exit mobile version