આજે અને કાલે પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, આજે આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ…

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હાલ રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં આણંદ, છોટાઉદપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની સાથે વરસાદની આગાહી કરી છે.

રાજ્યના 13 જળાશયો હાઈ એલર્ટ પર છે.આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સુરત, તાપી, દમણ, નવસારી, ડાંગ, દાદરનગર હવેલી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે.

Advertisement

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં દમણ, દાદરનગર હવેલી, વલસાડ, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, તાપી અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે કાલે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની અપેક્ષા છે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં દાદરનગર હવેલી, દમણ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

Advertisement

ડાંગ, નવસારી, તાપી, સુરત, ભરૂચ અને આણંદમાં ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગની 15 જુલાઈની આગાહી પ્રમાણે કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે નવસારી, ડાંગ, દમણ, દાદરનગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં આગામી 3 દિવસ 13 થી 15 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદની પડ્યો છે.અમદાવાદમાં પણ આગામી 48 કલાક સુધી ભારે વરસાદની શક્યતા છે. દ્વારકા, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

રાહતની વાત એ છે કે ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં 94 ટકા 12 જુલાઇ સુધી પડી ગયો છે. આ સિવાય મહેસાણા, ગાંધીનગર, દાહોદમાં પણ સારા વરસાદના વરતારા છે.ગુજરાતમાં હજુ 15 તારીખ સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યમાં આજે કુલ 144 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે.

વાગરામાં સૌથી વધુ 9.5 ઈંચ વરસાદ જ્યારે અંજારમાં 8.5 ઈંચ, ભુજમાં 8 ઈંચ, ગાંધીધામમાં 7 ઈંચ, વઘઈ અને નખત્રાણામાં 6 ઈંચ વરસાદ, આહવા,રાજકોટ,કરજણમાં 5.5 ઇંચ વરસ્યો વરસાદ, વ્યારામાં 5 ઈંચ વરસાદ, ભરૂચમાં 4.75 ઈંચ, ડોલવણ અને વાંસદામાં 4.5 ઇંચ વરસાદ, જોડીયા અને માંડવીમાં 4.5 ઈંચ વરસાદ, સોનગઢ અને ઉમરપાડામાં 4.25 ઇંચ, ઝઘડીયા, મહુવા, પાદરા અને સુબીર, અબડાસા અને વાલોદમાં 4 ઇંચ વરસાદ, ભાભર, કચ્છના માંડવીમાં અને અંકલેશ્વરમાં 3.5-3.5 ઈંચ વરસાદ વરસાદ પડ્યો છે.

Advertisement
Exit mobile version