ગુજરાતમાં આવનાર 2 દિવસ આ વિસ્તારોમાં મેઘરાજા બતાવશે પોતાનો તાંડવ…

હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ડાંગ, વલસાડ, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે ત્યારે આજે સુરત જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ગુજરાતમાં બુધવારે 56 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 3.44 ઈંચ નોંધાયો હતો. આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, તાપી અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે 25 થી 26 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે.

Advertisement

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં 25 જૂનથી રાજ્યમાં ભારે વરસાદ પડશે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનની સરખામણીએ અત્યાર સુધીમાં 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જો કે હજુ જૂન મહિનો પૂરો થવામાં 8 દિવસ બાકી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જૂન મહિનામાં ઓછો વરસાદ પડે છે.

હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં બે કલાકમાં 3.44 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ફ્લડ કંટ્રોલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર સુરત શહેર અને જિલ્લામાં ચોમાસું ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે.

Advertisement

જેમાં બુધવારે સાંજે ચાર વાગ્યાથી આકાશ ગોરંભાયું હતું અને માત્ર વરસાદી ઝાપટા પડયા હતા. સુરત શહેરમાં વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી. કામરેજમાં વરસાદ તૂટી પડ્યો હતો. કામરેજ તાલુકામાં સાંજે 4 થી 6 વાગ્યા સુધીના બે કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો. આ બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા તંત્ર દોડતું થઈ ગયું હતું.

કામરેજ તાલુકામાં બે કલાક સુધી વરસાદ જાણે કપાઈ ગયો હતો. બે કલાક પછી વરસાદ બંધ થયો. આ ઉપરાંત પલસાણામાં બપોરે ચારથી છ કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બુધવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધરમપુર નગર, આસુર, બીલપુડી, બરૂમાલ, બામટી બારોલીયા ગામોમાં વરસાદ પડ્યો હતો.

Advertisement

કમોસમી ગરમી બાદ ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક વધી છે. વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ શરૂ થયો છે. વઘઈ, આહવા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં ભારે વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે. રાજ્યમાં સામાન્ય રીતે અત્યાર સુધીમાં 3 ઈંચ જેટલો વરસાદ પડવો જોઈએ પરંતુ અત્યાર સુધીમાં સરેરાશ 1.5 ઈંચ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પણ પડ્યો હતો. વિરમગામમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

Advertisement
Exit mobile version