એકસાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ની આગાહી,ગુજરાતમાં જાહેર કરાયું હાઈ એલર્ટ..

દેશભરમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે ઘણા રાજ્યોમાં ઝરમર વરસાદ અને વરસાદની અપેક્ષા છે ભારતીય હવામાન વિભાગ IMD એ પણ ઘણા રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે IMDએ જણાવ્યું છે કે તેણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરી છે.

તે જ સમયે IMD એ રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે લેટેસ્ટ વેધર બુલેટિન મુજબ જમ્મુ-કાશ્મીર રાજસ્થાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 25 થી 27 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ સિવાય હવામાન વિભાગે પંજાબ હરિયાણા ચંદીગઢ અને યુપીમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ ભરૂચ સુરત વલસાડ જામનગર દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં ભારે વરસાદની સંભાવના છે.

અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અત્યાર સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકી ચૂક્યો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ આફત બનીને વરસ્યો હતો.

Advertisement

ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓના નીર વલસાડ નવસારી સહિતના વિસ્તારોના ગામડાઓ અને શહેરોમાં ઘુસ્યા હતા તો નદી-નાળા છલકાયા હતા ડેમ ઓવરફ્લો થઇ ચૂક્યા હતા બીજી તરફ રોડ-રસ્તા અને કેટલાક ચેકડેમ ધોવાઇ ચૂક્યા છે.

અતિભારે વરસાદને લઇને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી જેમાં ઘરવખરી ખેતપેદાશો રોડ-રસ્તા અને માનવ અને પશુ હાનિ થઇ હતી ત્યારે હવામાન વિભાગે ફરી અતિભારે વરસાદની આગાહી કરતા દક્ષિણ ગુજરાતના લોકો ચિંતામાં મૂકાયા છે.

Advertisement

હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 183 તાલુકામાં વરસાદ થયો છે જેમાં સૌથી વધુ ખેડાના માતર તાલુકામાં 3.25 ઈંચ વરસાદ થયો છે સાથે નડિયાદ અને વસોમાં 3-3 ઈંચ વરસાદ જ્યારે પોસિના અને કપરાડામાં 2.75 ઈંચ વરસાદ થયો છે.

ઉપરાંત મહેમદાવાદ અને ખેડામાં 2.25 ઈંચ જ્યારે હાલોલ વિજયનગર કડાણા મહુધા ઈડર ગોધરા ખેડબ્રહ્મામાં અને ધરમપુરમાં 2-2 ઈંચ વરસાદ થયો છે જ્યાં સૌથી વધુ વરસાદ રખિયાલમાં 77 મીમી મણિનગર 76 મીમી વટવા 75.5 મીમી અને રામોલમાં 71 મીમી નોંધાયો હતો.

Advertisement

શહેરના પશ્ચિમ વિસ્તારોમાં પાલડીમાં 55 મીમી બોડકદેવમાં 20.5 મીમી ભોપાલમાં 19 મીમી સાયન્સ સિટીમાં 17.5 મીમી અને જોધપુરમાં 7 મીમી વરસાદ નોંધાયો હતો શનિવારે રાત્રે 9 વાગ્યા સુધી શહેરમાં સરેરાશ 32.2 મીમી વરસાદ નોંધાયો હતો.

જ્યારે કેટલાક વિસ્તારોમાં 50 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં મહત્તમ 18 મીમી વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

Advertisement

અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે ભારતીય હવામાન વિભાગ IMD ની આગાહી મુજબ શહેરમાં આજે રવિવારે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના રાપરમાં રાત્રે 8 વાગ્યા સુધી 92 મિમી વરસાદ નોંધાયો હતો.

જે શનિવારે રાજ્યમાં સૌથી વધુ વરસાદ છે ત્યારબાદ વાપી વલસાડ 69 મીમી કપરાડા વલસાડ 63 મીમી લખતર સુરેન્દ્રનગર 56 મીમી અને કચ્છના ભચાઉમાં 54 મીમી વરસાદ નોંધાયો હતો.

Advertisement

આ શહેરોમાં ભારે વરસાદની શક્યતા ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે કચ્છ બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં ભારે વરસાદની સંભાવના છે અન્ય ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Advertisement
Exit mobile version