માનતા પુરી થતા યુવક પૈસા લઈને મોગલ ધામમાં માનતા પુરી કરવા પોહચ્યો,પણ મણિધર બાપુ એ પૈસા ન લઈને આવું કહ્યું…

આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે. જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે. પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.

બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે. માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.

Advertisement

માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે. થોડા સમય પહેલા એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 5100 લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવ્યો હતો. ત્યારે 5100 રૂપિયા મણીધર બાપુને આપ્યા અને આશીર્વાદ લીધા. મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું કે તે શેની માનતા રાખી હતી ત્યારે યુવકે કહ્યું મે એક માનતા રાખી હતી જે પૂરી થતાં હું 5100 રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરવા માટે આવ્યો છું.

મણીધર બાપુએ 5100 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને એ યુવકને પાછા આપ્યા અને કહ્યું કે માં મોગલ એ તારી 51 ગણી માનતા સ્વીકારી છે અને આ પૈસા તું તારી દીકરીને આપી દે જે માં મોગલ ખુશ થશે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માં મોગલ પર જે વિશ્વાસ રાખ્યો તેના કારણે તારી માનતા પૂરી થઈ છે.

Advertisement

મણીધર બાપુએ યુવકને વધુમાં કહ્યું કે માં મોગલ પર આસ્થા અને વિશ્વાસ રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની મનોકામ નાઓ પૂરી કરે છે. એટલું જ નહીં પરંતુ માં મોગલને કોઈ દાન ભેટની જરૂર નથી એ તો ભક્તોના ભાવના ભૂખ્યા છે.

આ ઉપરાંત અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. આ દરેક ભક્તોને પ્રસાદી પૂરી પાડવામાં આવે છે. એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે ભૂખ્યા પેટે પોતાના ઘરે પરત ફર્યો હોય. આ માં મોગલ ની માયા નથી તો શું છે! માં મોગલના આશીર્વાદ માત્રથી અહીંના અન્નક્ષેત્રો ભરાયેલા રહે છે અને મોટી સંખ્યામાં લોકોને ભોજન કરાવવામાં આવે છે. માતા મોગલના પરચા અપરંપાર છે.

Advertisement

ભક્તો માતાનું સ્મરણ કરે ત્યાં જ માતા ભક્તોના દુખડા હણી લે છે. આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે. માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે. કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે.

Advertisement
Exit mobile version