ગુજરાતના ભારે વરસાદની આગાહીને લઈને આ વિસ્તારમાં NDRFની ટીમ કરાઈ તૈનાત…

ગુજરાતમાં ચોમાાસાની શરૂઆત વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 55 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ કામરેજમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ચોમાસાની શરૂઆત સાથે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને લઈને આજે વેધરવોચ ગ્રુપની બેઠક પણ યોજાઈ હતી.

જેમાં એનડીઆરએફની ટીમોને વરસાદ ગ્રસ્ત જિલ્લાઓમાં સ્ટેન્ડ બાય રાખવા સૂચના આપવામાં આવી છે. NDRFની 21 સભ્યોની ટીમ નવસારીમાં તૈનાત કરવામાં આવી છે. બીજી ટીમને તૈયાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. વડોદરાથી નવસારી ટીમ બોલાવવામાં આવી છે. જેઓ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે.

Advertisement

ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આગાહી બાદ વેધર વોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનરે નવસારી જિલ્લામાં NDRF ટીમ તૈનાત કરવા વિનંતી કરી હતી. આ પછી NDRFની ટીમ નવસારી જિલ્લામાં પહોંચી હતી. એનડીઆરએફની ટીમ જરૂરી બચાવ સામગ્રી લઈને આવી છે.

જે પૂરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરશે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરતા કહ્યું કે રાજ્યમાં બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 24 થી 26 જૂન સુધી વલસાડ, નવસારી, ડાંગ, સુરત, વાપી અને દાદરા-નગર-હવેલીમાં ભારે વરસાદ પડશે. બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડશે. જો કે અમદાવાદમાં હવે વરસાદની રાહ જોવી પડશે.

Advertisement

24 જૂને વાવાઝોડા સાથે વરસાદની શક્યતા. તમને જણાવી દઈએ કે, રાજ્યના 30 જિલ્લાઓ અને તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે, જેમાં સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધુ 42 મીમી અને વિરમગામમાં 23 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતના ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી દરરોજ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઇને આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તારીખ 24થી 26 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, વાપી અને દાદરા-નગર-હવેલીમાં ભારે વરસાદ વરસશે. બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ વરસશે તેમ જણાવ્યું.

Advertisement
Exit mobile version